Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી ની શક્યતા …!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી ની શક્યતા …!!

23
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૪૧૦.૬૮ સામે ૬૨૫૦૪.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૩૨૦.૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૩.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૦.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૫૭૦.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૬૭૦.૨૫ સામે ૧૮૬૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૭૪૦.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૩.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૭૨૪.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક મોરચે એક તરફ ફુગાવો-મોંઘવારીનો આંક ઘટવા લાગ્યો છે, ત્યારે બીજી તરફ વૈશ્વિક કોર્પોરેટ જાયન્ટો દ્વારા આર્થિક સંકટના એંધાણને લઈ કર્મચારીઓનો મોટી સંખ્યામાં છુટ્ટા કરવાની કવાયત ચાલી રહી છે. જ્યારે બીજી તરફ કોવિડ અંકુશોમાંથી ચાઈના બહાર આવી રહ્યાના અને રી-ઓપનીંગના અહેવાલ બાદ ફરી કોરોનોના કેસો ચાઈનામાં ફરી રેકોર્ડ ઊંચાઈ નજીક પહોંચ્યાના અહેવાલોએ અનિશ્ચિતતાના દોરમાં વિશ્વમાં મંદીનો ભય ઝળુંબવા લાગ્યો હોઈ ક્રુડ ઓઈલ સહિતના ભાવમાં તીવ્ર ઘટાડો થતો જોવાયો છે. આ સાથે યુક્રેન-રશિયા યુદ્વમાં જી-૨૦ દેશોની સમિટમાં વાટાઘાટથી બન્ને દેશોએ ઉકેલ લાવવાની સાથી દેશોની સલાહ બાદ રશીયાના ફરી યુક્રેન પર મિસાઈલ હુમલાને લઈ જીઓપોલિટીકલ ટેન્શન હજુ પણ યથાવત હોવાથી ફંડો પણ નવી તેજીની મોટી પોઝિશન લેવાથી દૂર રહી પ્રોફિટ બુકિંગ કરતાં જોવાઈ રહ્યા છે.

ચીનમાં  તાજેતરમાં  કોવિડના કેસો વધતાં ત્યાં અંકુશો વધતાં વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવ તાજેતરમાં તૂટયા  હતા પરંતુ  ત્યાર પછી  ચીનમાં અંકુશો હળવા કરાતાં ભાવ  ફરી ઉંચકાયા હતા તેમ  છતાં આ ભાવ ઉછાળો અલ્પજીવી  નિવડતાં  આજે  ભાવ ફરી તૂટતા જોવા મળ્યાનું  વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. કુવૈતના  ક્રૂડતેલ બજારના  સૂત્રોના જણાવ્યા મુજબ ક્રૂડતેલમાં  ફોરવર્ડમાં  જાન્યુઆરી માટે નવી  માગ ધીમી  પડી ગઈ છે. આ વર્ષે  વૈશ્વિક ક્રૂડના  ભાવ જૂન મહિનામાં  ઉંચામાં  બેરલના  ૧૨૦ ડોલર સુધી પહોંચ્યા  હતા જે ત્યારબાદ ગબડતાં જોવા મળ્યા હતા. વિશ્વ  બજારમાં  ભાવ ઘટતા  તથા  રશિયાનું  ક્રૂડતેલ ભારતને સસ્તા ભાવોએ  મળતું થતાં   ભારતમાં હવે  પેટ્રોલ-ડિઝલના  ભાવમાં ઘટાડો થવાની શક્યતા  બજારના જાણકારો બતાવી રહ્યા છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, યુટીલીટીઝ, કન્ઝ્યુમર ડયુરેબલ, પાવર અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૪ અને વધનારની સંખ્યા ૧૮૫૩ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે રેપો રેટ ૩૫ બેઝિસ પોઈન્ટ વધારીને ૬.૨૫% કર્યો છે ત્યારે બીજી બાજુ આવતા વર્ષે રેપો રેટમાં ઘટાડો થવાની ધારણાં આવી પડી છે. આગામી નાણાં વર્ષ એટલે કે ૨૦૨૩-૨૪માં  ભારતનો આર્થિક વિકાસ દર મંદ પડીને ૫.૧૦% રહેશે જેને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૩ના પાછલા છ મહિનામાં રેપો રેટમાં ૭૫ બેઝિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કરવાની ફરજ પડશે એમ જણાવાયું છે. આર્થિક વિકાસ દર જ્યારે નિરાશાજનક રહેશે અને ફુગાવો ઘટીને ૫% પર આવી જશે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજ દરમાં ઘટાડો કરશે કે કેમ તેવો પ્રશ્ન ઊભો થયો છે, ત્યારે આ પ્રશ્નનો અમે હકારમાં ઉત્તર આપીએ છીએ. જ્યારે વિકાસ નોંધપાત્ર રૂંધાઈ જાય છે જેની હાલમાં અપેક્ષા રાખવામાં આવી રહી છે તેવી સ્થિતિમાં ફુગાવાનો ૪%નો ટાર્ગેટ સિદ્ધ કરવાનો સમયગાળો વિતી ગયો હશે કારણ કે, વિકાસનો વધુ ભોગ લેવાની રુચી મર્યાદિત હશે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા વિકાસને   ગતિ આપવા માટેનું દબાણ વધી જશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ફુગાવાને નિયંત્રણમાં લેવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે રેપો રેટ ૩૫ બેઝિસ પોઈન્ટ વધારીને ૬.૨૫% કર્યો છે ત્યારે નોમુરા દ્વારા આવતા વર્ષે રેપો રેટમાં ઘટાડો થવાની  ધારણાં આવી પડી છે. વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં રિઝર્વ બેન્કે ૭% પરથી ઘટાડો કરી ૬.૮૦% કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકલોલમાં મતગણતરીના આગલા દિવસે ચૂંટણી ટાણે જ 24 લાખથી વધુનો દારૂ જપ્ત
Next articleઅમદાવાદ સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટ કમિશન રચવા HCની ચીમકી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.