રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૯૦૯.૩૫ સામે ૫૯૨૪૧.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૨૩૧.૫૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૩૫.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૯૯.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૮૦૮.૯૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૯૯.૪૦ સામે ૧૭૪૯૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૭૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૨.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૭૧.૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વની ઊંચા વ્યાજ દરોમાં વધારાની ચેતવણી વચ્ચે ૧૦ વર્ષિય યુ.એસ. ટ્રેઝરી બોન્ડ્સ પણ નવેમ્બર બાદથી પ્રથમ વખત ૪%ની ટોચ બનાવી લીધી હોવાનો સંકેત વચ્ચે ગઈકાલે વૈશ્વિક બજારોમાં નરમાઈની સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો, જો કે આજે સપ્તાહના અંતિમ દિવસે શેરોમાં ગઈકાલે વેચવાલી કાર્ય બાદ આજે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
અદાણી ગ્રુપ દ્વારા વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ પુન:પ્રસ્થાપિત કરવા હોંગકોંગ ખાતે ઈન્વેસ્ટરોની સાથે મીટિંગ યોજાયાના અને ગ્રુપ દ્વારા શેરો સામેની ૭૯ કરોડ ડોલર સુધીની લોનોની માર્ચ સુધીમાં ભરપાઈ કરી દેવાની યોજનાના અહેવાલોએ આજે અદાણી શેરોમાં ભારે લેવાલી નોંધાતા તેમજ ફોરેન ફંડો દ્વારા વેચવાલી સતત ત્રીજા દિવસે ખરીદારી કરતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૪૩ લાખ કરોડ વધીને રૂ.૨૬૩.૪૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, યુટિલિટીઝ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, કમોડિટીઝ, એનર્જી, પાવર, મેટલ અને એફએમસીજી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૩ અને વધનારની સંખ્યા ૨૧૮૨ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારે વોલેટિલિટી તથા નબળા વળતરને પરિણામે દેશના શેરબજારમાં ઈક્વિટીઝ કેશ સેગમેન્ટસમાં નાના રોકાણકારોનો રસ ઘટી રહ્યાના સંકેતો મળી રહ્યા છે. વિતેલા ફેબ્રુઆરી માસમાં રિટેલ રોકાણકારોનું કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ઘટી ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું. વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરી માસમાં ઈક્વિટીઝ કેશ સેગમેન્ટસમાં રિટેલ રોકાણકારોનું સરેરાશ દૈનિક ટર્નઓવર જે ૫૨% રહ્યું હતું તે વર્ષ ૨૦૨૩ના ફેબ્રુઆરી માસમાં ઘટી ૪૦.૮૦% જોવા મળ્યું છે. આમ ઈક્વિટીઝ માર્કેટથી નાના રોકાણકારો દૂર થઈ રહ્યાના સંકેત મળી રહ્યા છે. વર્ષ ૨૦૨૦ના જુલાઈ માસમાં કેશ માર્કેટના વોલ્યુમ્સમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો ૬૫% જેટલો રહ્યો હતો જે અત્યારસુધીનો સૌથી વધુ છે. છેલ્લા ત્રણા નાણાં વર્ષમાં રિટેલ રોકાણકારોનો હિસ્સામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં કેશ સેગમેન્ટસના વોલ્યુમમાં નાના રોકાણકારોનો હિસ્સો જે ૫૬.૧૦% રહ્યો હતો તે નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટી ૫૧.૪૦% રહ્યો હતો અને વર્તમા નાણાં વર્ષમાં તે અત્યારસુધી ઘટીને ૪૭.૧૦%પર આવી ગયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ છેલ્લા એક વર્ષથી ભારત સહિત વિશ્વના શેરબજારોમાં વળતર નબળા જોવાઈ રહ્યા છે. કોરોનાના કાળમાં રિટેલ રોકાણકારો દ્વારા શેરબજારમાં કામકાજમાં વધારો જોવા મળ્યો હતો. જો કે કેશ સેગમેન્ટમાં ભલે ઘટાડો થયો હોય પરંતુ ઈન્ડેકસ ઓપ્શન્સમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૮.૮૦% રહ્યો હતો તે વર્તમાન નાણાકીય વર્ષમાં વધી ૩૬% પર આવી ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.