રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૭૪૪.૯૮ સામે ૫૯૭૭૭.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૪૦૬.૩૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૫૩.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૯.૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૬૦૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૬૨.૦૫ સામે ૧૭૬૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૫૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૨૩.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો થવાના અહેવાલ સાથે અગામી દિવસોમાં પણ ઊંચા વ્યાજ દરની નીતિ જાળવશે એવા સંકેત વચ્ચે તેમજ રશિયાએ અમેરિકા સાથે ન્યુક્લિયર સંધિ તોડી નાખતાં વિશ્વ પર ન્યુક્લિયર વોરનું જોખમ વધતાં અને યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો નોંધાયો હતો. આ સાથે અદાણી ગ્રુપ મામલે હવે વિકીપીડિયાએ કરેલા આક્ષેપોને લઈ ગ્રુપ માટે સંકટ વધતાં આજે ફંડોની નવેસરથી મંદીનું હેમરીંગ કરતાં ગ્રુપ કંપનીઓના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન અને બીજી તરફ આર્થિક મોરચે વિશ્વ ફરી મંદીમાં ગરકાવ થઈ જવાના ભયે મેટલ, એફએમસીજી, બેન્કેક્સ, ઓટો અને ઓઈલ એેન્ડ ગેસ શેરોમાં લેવાલી સામે યુટિલિટીઝ, રિયલ્ટી, પાવર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રીયલ્સ શેરોમાં ઓફલોડિંગે બીએસઈ સેન્સેક્સ ૧૩૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૯ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૫૧ લાખ કરોડ વધીને રૂ.૨૬૦.૮૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, ઓટો, બેન્કેક્સ, મેટલ અને ઓઈલ & ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૨ અને વધનારની સંખ્યા ૧૫૮૦ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ત્રીજા ત્રિમાસિક ગાળા, ઓક્ટોબર – ડિસેમ્બર દરમિયાન દેશનો જીડીપી વૃદ્ધિ દર ઘટીને ૪.૬% થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ ત્રિમાસિકગાળાના ૩૦ મહત્વપૂર્ણ સૂચકઆંકો દર્શાવે છે કે દેશનો વિકાસ અગાઉના ક્વાર્ટરની જેમ મજબૂત નથી. જોકે આ અંદાજ ભારતીય રિઝર્વ બેંકના ૪.૪%ના વૃદ્ધિ દરના અંદાજ કરતા વધારે છે. અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ ૬.૩ ટકા હતો. આર્થિક વિકાસ દરમાં ઘટાડાની આગાહી પાછળનું એક કારણ ભારતીય કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના નબળા પરિણામો છે. ફાઈનાન્શિયલ સર્વિસીસ અને વીમા કંપનીઓને બાદ કરતાં અન્ય કંપનીઓનો ઓપરેટિંગ નફો ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ૯%ના દરે વધ્યો હતો, જે ગયા વર્ષના ૧૮%ના અડધો છે.
એસબીઆઈ ગ્રુપના ચીફ ઈકોનોમિક એડવાઈઝરે રિપોર્ટમાં જણાવ્યું કે ડિસેમ્બર ત્રિમાસિકગાળા દરમિયાન કંપનીઓના નેટ વેચાણમાં લગભગ ૧૫%નો વધારો નોંધાયો છે. તેમ છતાં નફામાં સરેરાશ ૧૬%નો ઘટાડો થયો છે. ઘોષે કહ્યું કે સંપૂર્ણ નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટે દેશનો જીડીપી વૃદ્ધિ દર ૭% રહેવાની ધારણા છે, જે અગાઉના ૬.૮%ના અંદાજ કરતાં વધુ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીઓનું માર્જિન ઘટીને ૧૧.૯% થયું, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ૧૫.૩% હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.