રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૩૨૮૪.૧૯ સામે ૬૨૯૭૮.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૬૭૯.૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૬૮.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૫.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૮૬૮.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૯૪૮.૩૦ સામે ૧૮૯૪૮.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૭૬૦.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૮૧૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી.અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષના નિવેદન પર તથા ત્યાં બહાર પડનારા જોબગ્રોથના આંકડાઓ પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.જો કે અર્થતંત્રમાં કોઈપણ ખલેલ ધિરાણ વૃદ્ધિના અંદાજો સામે જોખમ ઊભા કરી શકે છે. વિકાસ દરમાં કોઈપણ મોટો ઘટાડો એસેટ-કવોલિટી પરની તાણને વધારી શકે છે. ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બંને બોન્ડ પર ઉપજમાં ઘટાડો થયો છે. ૧૦-વર્ષની ટ્રેઝરી પરની ઉપજ, જે મોર્ટગેજ દરોને પ્રભાવિત કરે છે, તે બુધવારે ૩.૬૧% થી ઘટીને ૩.૬૦% થઈ. નવાં રોકાણ માટે રોકાણકારો ફુગાવા અંગેના નવીનતમ અપડેટની સમીક્ષા કરી રહ્યા છે. ઑક્ટોબરમાં ફેડ દ્વારા નજીકથી નિરીક્ષણ કરાયેલ ફુગાવાના માપને હળવો કરવામાં આવ્યો. ફેડ તેના આક્રમક વ્યાજદરમાં વધારો ઘટાડશે કે કેમ તે વધુ સારી રીતે સમજવા માટે વોલ સ્ટ્રીટ ફુગાવાને કાબૂમાં લેવા માટે સેન્ટ્રલ બેંક ઇરાદાપૂર્વક અર્થતંત્રને ધીમું કરી રહી છે. કિંમતો ઘટી રહી છે, પરંતુ હજુ પણ ઐતિહાસિક રીતે ઊંચી છે.
ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે બુધવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેન્ક તેની નીતિ નિર્ધારણ સમિતિ તેની આગામી બેઠક યોજશે ત્યારે ડિસેમ્બરમાં દરમાં વધારો કરવાની તેની ગતિને નિયંત્રિત કરવાનું શરૂ કરી શકે છે. ફેડએ માર્ચથી તેના બેન્ચમાર્ક દરમાં છ વખત વધારો કર્યો છે, જે તેને ૩.૭૫% થી ૪%ની રેન્જમાં લઈ ગયો છે, જે ૧૫ વર્ષમાં સૌથી વધુ છે. વોલ સ્ટ્રીટ એટલી અપેક્ષા રાખે છે અને ૨૦૨૩ ના મધ્ય સુધીમાં બેન્ચમાર્ક દર ૫% થી ૫.૨૫% ની ટોચની શ્રેણી સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. જો કે, ફુગાવો ઘટાડા તરફી થઈ રહ્યો છે તેની ખાતરી ન થાય ત્યાં સુધી વ્યાજ દરોમાં વધારો ચાલુ રાખવાના તેના ઈરાદા વિશે ખૂબ જ સ્પષ્ટ છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ઇન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગૂડ્સ, મેટલ, ઓઈલ & ગેસ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૫ અને વધનારની સંખ્યા ૨૦૩૦ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ વર્ષે ઈક્વિટી માર્કેટ્સ માટે ક્રિસમસ વહેલી આવી ગઈ છે. માર્કેટ ખૂબ તીવ્ર ગતિએ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. માર્ચ મહિનાના તળિયાથી અંદાજીત ૮૦% થી વધુ સુધારો દર્શાવી રહ્યું છે. ભારતના બન્ને સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી રહ્યાં છે. ઓક્ટોબર – નવેમ્બર મહિના દરમિયાન વિદેશી સંસ્થાકિય રોકાણકારોની ખરીદી સાથે સ્થાનિક ફંડો અને હાઈ નેટવર્થ રોકાણકારોની પણ ખરીદી વિક્રમી રહી હતી. માસિક ધોરણે આટલો મોટો ઈનફ્લો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. માર્કેટમાં અપેક્ષાથી મજબૂત બાઉન્સ પાછળનું કારણ વૈશ્વિક અર્થતંત્રમાં અગાઉ જોવાતી રિકવરી કરતાં વધુ ઝડપે જોવા મળતો સુધારો છે. કેટલાંક ક્ષેત્રો જેવા કે બેન્ક, મેટલ, સિમેન્ટ, ટ્રાવેલ, રેસ્ટોરન્સ અને હોટેલ્સ પર ખૂબ પ્રતિકૂળ અસર પડી છે તેમ છતાં અન્ય ક્ષેત્રોનો દેખાવ સંતોષપ્રદ રહ્યો છે. આગામી દિવસોમાં બજાર નફારૂપી ઘટાડો દર્શાવી શકે છે પરંતુ એ સિવાય બજારનું માળખું તેજીનું બનેલું છે. એફઆઇઆઇ ની સતત લેવાલીને કારણે બજાર વધી રહ્યું છે પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે એમ આ વખતે પણ કોઈ એક સમયે કરેક્શન જોવા મળી શકે છે. નિફ્ટી ફ્યુચર ડિસેમ્બર સિરિઝનમાં પણ ખૂબ નોંધપાત્ર વોલ્યુમ સાથે નિફ્ટી ફ્યુચર ૧૮૮૦૮ પોઈન્ટનો સ્ટ્રોંગ સપોર્ટ ધરાવે છે. જ્યારે ૧૯૨૦૨પોઈન્ટની બ્રેકઆઉટ ઉપર નવેસરથી મોમેન્ટમ સાથે નવી તેજી જોવા મળી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.