Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ ઉછાળે વેચવાલી યથાવત્…!!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ ઉછાળે વેચવાલી યથાવત્…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૦.૦૭.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૨૮૦.૪૫ સામે ૬૫૪૮૨.૩૩  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૨૪૬.૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૭.૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૩૪૪.૧૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૩૯૮.૫૦ સામે ૧૯૪૨૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૩૭૫.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧.૦૫  પોઈન્ટના ઘટાળા સાથે ૧૯૪૦૯.૫૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

જૂન ક્વાર્ટરના પરિણામોની મોસમ શરુ થતા અગાઉ મેટલ, એનર્જી અને ટેલીકોમ શેરોમાં લેવાલીથી બીએસઈ સેન્સેક્સ ૬૪ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૪૦૦ની નીચે બંધ રહ્યો હતો.હેવીવેઈટ રિલાયન્સના શેરમાં ૩.૭૮% નો ઉછાળો જોવા મળ્યો હતો.રિલાયન્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને એસબીઆઈ જેવા હેવીવેઈટ શેરોમાં ભારે વોલ્યૂમ જોવા મળ્યું હતું. અમેરિકાના બજારો શુક્રવારના સેશનમાં ઘટીને બંધ રહ્યા હતા.એશિયાના બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે.જોકે,ભારતીય બજારમાં ટ્રેડિંગની પોઝિટિવ શરુઆત થઈ હતી.રોકાણકારો ચોક્કસપણ હાલમાં સાવધાની પૂર્વક ટ્રેડિંગ કરી રહ્યા છે.હવે રોકાણકારોનું ફોકસ પ્રથમ ક્વાર્ટરના નાણાકીય પરિણામ પર શિફ્ટ થશે અને તેને કારણે આ સપ્તાહે સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળે તેવી શક્યતા છે.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ રિલાયન્સના શેરોમાં સૌથી વધુ ૩.૭૮%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક બેન્ક, અલ્ટ્રાકેમ્કો અને એસબીઆઈનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ટાઈટનના શેરો સૌથી વધુ ૩.૨૦% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, પાવરગ્રીડ, વિપ્રો, ટીસીએસ, હિન્દુસ્તાન યૂનિલિવર, એક્સિસ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ રિલાયન્સના શેરોમાં સૌથી વધુ ૩.૮૬%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, ભારતી એરટેલ અને એચડીએફસીનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ એચસીએલ ટેકનોના શેરમાં ૩.૦૮%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, ટાઈટન, ટીસીએસ અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૨ અને વધનારની સંખ્યા ૧૪૮૩ રહી હતી,૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૫% અને ૦.૨૬%ઘટીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો,ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિએ ફુગાવો-મોંઘવારીમાં ઘટાડાની શકયતા અને આર્થિક પરિબળો ભારતની તરફેણમાં રહેતાં આગામી સમય ભારતની ઝડપી આર્થિક વૃદ્વિનો બની રહેવાની અપેક્ષા અને બીજી તરફ વૈશ્વિક મોરચે વિકસીત રાષ્ટ્રોમાં આર્થિક પડકારોને લઈ ભારતીય બજારોમાં રોકાણ પર ઊંચા વળતરની મોટી તકો જોઈ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) સતત જંગી ડોલરિયો રોકાણ પ્રવાહ ઠાલવી રહ્યા છે.આ જંગી રોકાણ પ્રવાહના પરિણામે ગત સપ્તાહમાં સેન્સેક્સ ૬૫૦૦૦ની સપાટી પાર કરી ૬૫૮૯૮.૯૮ની નવી ઐતિહાસિક ટોચ બનાવ્યા સાથે નિફટી ૫૦ ઈન્ડેક્સે પણ ૧૯૫૨૩.૬૦ની નવી વિક્રમી ટોચ બનાવી ઈતિહાસ સર્જયો છે. ફોરેન ફંડોનું આ અઢળક રોકાણ માત્ર ઈન્ડેક્સ સેન્સેક્સ કે નિફટી શેરો પૂરતું મર્યાદિત નહીં રહી, એ ગુ્રપના સંખ્યાબંધ શેરો સાથે સ્મોલ, મિડ કેપના અનેક શેરોમાં થતું રહી ઘણા શેરોના ભાવો સતત નવા શિખરો સર કરી રહ્યા છે. તેજીનું આ અણધાર્યું અને અનેક લોકોની સમજ બહારનું તોફાન સતત જળવાઈ રહેતાં ઘણા શેરો સામાન્ય રોકાણકારોની પહોંચ બહાર થઈ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલક્ષ્ય સેનની કેનેડા ઓપનમાં શાનદાર જીત, ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન લી શી ફેંગને આપી માત
Next articleટુ ફિંગર ટેસ્ટ પર મદ્રાસ હાઈકોર્ટની કડક ટિપ્પણી, કોર્ટે કહ્યુ ‘તાત્કાલિક બંધ કરો આવી પ્રથા’
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.