Home ગુજરાત ગાંધીનગર ભારતીય વિચાર મંચ, ગાંધીનગર તેમજ સ્વદેશી જાગરણ મંચ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધેય...

ભારતીય વિચાર મંચ, ગાંધીનગર તેમજ સ્વદેશી જાગરણ મંચ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડી જીની વ્યાખ્યાન માળાનું આયોજન

5
0

(જી.એન.એસ) તા.૨૮

ગાંધીનગર,

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સેકટર 23 ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાત પ્રાંતના મહામંત્રી શ્રી હસમુખભાઈ જોશી તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરદાર ધામના ટ્રસ્ટી તથા ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં વક્તાનું સ્વાગત અભિવાદન સ્વાવલંબન કેન્દ્રના જિલ્લા સંરક્ષકશ્રી ધર્મેન્દ્ર પંડયા અને અધ્યક્ષનું સ્વાગત ભારતીય વિચાર મંચના ઉપાધ્યક્ષશ્રી દિપકભાઈ રાઠોડ એ કર્યું હતું. ત્યારબાદ વક્તાશ્રીએ તેમના ઉદબોધનમાં  શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજીના જન્મબાળપણ, પરિવાર સહિત તમામ વાતનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે કેરળ, બંગાળ, આસામમાં પ્રચારક તરીકેનું કાર્ય, ABVP, ભારતીય મજદૂર સંધ, ભારતીય કિસાન સંઘ સહિતની 12 સંસ્થા સ્થાપી હતી તેની વિસ્તૃત માહિતી, રાજ્ય સભાના સાંસદ તરીકેનું કાર્ય, 33 થી વધુ દેશનો પ્રવાસ, 50 થી વધુ પુસ્તક સહિત તેમના જીવનમાંથી પ્રેરણા લઈ શકાય તેવા તમામ પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષશ્રી જશવંતભાઈ પટેલ એ પ્રાસંગોચિત ઉદબોધન કરીને શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડે જી નું જીવન સહિત અનેક પ્રચારકોના જીવન અને જેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકાય એવા મહાનુભાવો તેમજ વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના કાર્ય અને ઉદાહરણોથી સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગરના પ્રચારપ્રસાર પ્રમુખ શ્રી ગુંજનભાઈ બૂચ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન ભારતીય વિચાર મંચના સહમંત્રીશ્રી અજયભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા યુવાનોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે સંવાદ અને પ્રતિયોગિતાનું આયોજન
Next articleગાંધીનગર ખાતે “હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ – રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪”નો ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો