Home દેશ - NATIONAL ભારતીય રિઝર્વ બેંકે દેશની ચાર બેંકો પર ભારે દંડ ફટકાર્યો

ભારતીય રિઝર્વ બેંકે દેશની ચાર બેંકો પર ભારે દંડ ફટકાર્યો

16
0

(GNS),16

ભારતીય રિઝર્વ બેંકે(Reserve Bank of India -RBI) ગુજરાતની ત્રણ સહીત દેશની ચાર બેંકો પર ભારે દંડ ફટકાર્યો છે. આ બેંકોએ સરકારનાનિયમોની અવગણના કરી છે. RBI એ એક આદેશમાં કહ્યું કે તપાસ દરમિયાન આ બેંકોએ માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી જેના કારણે તેમના પર ભારે દંડ લગાવવામાં આવી રહ્યો છે. દેશની મધ્યસ્થ બેંકે આ ચાર બેંકોના નામ જાહેર કર્યા છે જે સહકારી બેંકો(Co-operative Bank) છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર જે બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં બારામતી કો-ઓપરેટિવ બેંક(Baramati Cooperative Bank), બેચરાજી નાગરિક સહકારી બેંક(Becharaji Citizens Cooperative Bank), વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેંક(Waghodia Urban Cooperative Bank) અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક(Viramgam Mercantile Cooperative Bank)નો સમાવેશ થાય છે. જેમાં આ બેન્કોને દંડની રકમ વિષે જણાવીએ તો બારામતી કો-ઓપરેટિવ બેંક(Baramati Cooperative Bank)ને 2 લાખ રૂપિયા, બેચરાજી નાગરિક સહકારી બેંક(Becharaji Citizens Cooperative Bank)ને 2 લાખ રૂપિયા, વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેંક(Waghodia Urban Cooperative Bank)ને 5 લાખ અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક(Viramgam Mercantile Cooperative Bank)ને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ નિવેદન પણ આપ્યું છે કે, આ તમામ બેંકો પર અલગ-અલગ કારણોસર દંડ લગાવ્યો છે અને તમામ બેંકોને નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તેઓ નિયમોનું પાલન ન કરે તો દંડ અને નિયંત્રણો લાદવામાં આવી શકે છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સાઈબર સુરક્ષાના નિયમોની અવગણના કરતી અન્ય બેંક પર દંડ લગાવ્યો હતો. એપી મહેશ કો-ઓપરેટિવ બેંકને રૂ. 65 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હેકર્સે આ બેંકોમાં ઘૂસીને 12.48 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. ગ્રાહકો પર શું અસર થશે?.. જે વિષે જણાવીએ તો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર જે બેંકો પર દંડ લાદવામાં આવે છે. તેની ચૂકવણી બેંકોએ જ કરવાની રહેશે. તેમાં ખાતું ખોલાવનારા લોકોએ આ રકમ ચૂકવવાની નથી અને ન તો તેના પર કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે. આ દંડ બેંક દ્વારા જ ભરવાનો રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article20 સપ્ટેમ્બર ના રોજ ખુલી રહ્યો છે Signature Global IPO
Next articleપેરિસ ઓલિમ્પિક અને નિવૃત્તિ પર સાયના નેહવાલનું નિવેદન