Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારતીય માનક બ્યૂરો : ગ્રાહકોના અધિકારોના રક્ષણ અને ગ્રાહક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ...

ભારતીય માનક બ્યૂરો : ગ્રાહકોના અધિકારોના રક્ષણ અને ગ્રાહક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા

21
0

(જી.એન.એસ),તા.૧૪

નવીદિલ્હી,

ભારતીય માનક બ્યૂરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. BIS એ 1947 (જ્યારે તે ભારતીય માનક સંસ્થા (ISI) તરીકે જાણીતું હતું) માં તેની શરૂઆતથી જ તેની અનુરૂપતા મૂલ્યાંકન, લેબોરેટરી સેવાઓ, હોલમાર્કિંગ અને અન્ય યોજનાઓ દ્વારા ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. ISI ચિહ્ન ભારતના લગભગ દરેક ઘર માટે ‘ગુણવત્તા’ શબ્દનો સમાનાર્થી બની ગયો છે. હોલમાર્કિંગ યોજનાએ ગ્રાહકને સોના માટે ઉચ્ચતમ સ્તરની ખાતરી આપી છે. BIS એ તાજેતરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડરના વાઇબ્રન્ટ જૂથ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સમાવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવીને ગુણવત્તાની જાગૃકતા વધારવાની ઉમદા પહેલ કરી છે. આ ક્લબ્સ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં શીખવાની તકો મળે છે. BIS ટૂંક સમયમાં ભારતમાં 10000 સ્ટાન્ડર્ડ ક્લબના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા પર છે.

BIS દ્વારા, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે, આજ સુધીમાં 22644 ભારતીય માનકો ઘડવામાં આવ્યા છે. BIS દ્વારા સ્થાપિત ભારતીય માનકો એ પ્રોડક્ટ સર્ટિફિકેશન સ્કીમ્સ માટેનો આધાર બને છે, જે ગ્રાહકોને ઉત્પાદનોની ગુણવત્તા, સલામતી અને વિશ્વસનીયતાની તૃતીય પક્ષકાર ખાતરી પૂરી પાડે છે. BIS પ્રમાણન યોજના મૂળભૂત રીતે સ્વૈચ્છિક છે. જો કે, સંખ્યાબંધ ઉત્પાદનો માટે, વિવિધ વિચારણાઓ જેમ કે. જાહેર હિત, માનવ, પ્રાણી અથવા છોડના સ્વાસ્થ્યનું રક્ષણ, પર્યાવરણની સલામતી, અનુચિત વ્યાપાર આચરણનું નિવારણ અને રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ ભારતીય માનકોનું પાલન કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવે છે. આવા ઉત્પાદનો માટે, કેન્દ્ર સરકાર QCOs જારી કરીને BIS ના લાયસન્સ અથવા સર્ટિફિકેટ ઑફ કન્ફર્મિટી (CoC) હેઠળ સ્ટાન્ડર્ડ માર્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો નિર્દેશ આપે છે. આજની તારીખ સુધીમાં, ભારત સરકાર દ્વારા જારી કરાયેલા 164 QCO દ્વારા 684 ઉત્પાદનોને ફરજિયાત BIS પ્રમાણન હેઠળ લાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર, BIS સાથે પરામર્શ કર્યા પછી, કલમ 16 ના પેટા-વિભાગો (1) અને (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કલમ 17 અને કલમ 25 ની પેટા કલમ (3) સાથે સંલગ્ન BIS એક્ટ, 2016 હેઠળ QCO પ્રકાશિત કરે છે. આ રીતે ઉત્પાદનોને BIS ફરજિયાત પ્રમાણન હેઠળ લાવવામાં આવે છે. આ QCOs ગ્રાહક દ્વારા ખરીદી કરેલ ઉત્પાદનો એ સંબંધિત ભારતીય માનકોની નિર્ધારિત જરૂરિયાતોને અનુરૂપ છે તેની ખાતરી કરીને ગ્રાહક સુરક્ષા અને સશક્તિકરણની ખાતરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. QCO હેઠળના ઉત્પાદનો QCO માં ઉલ્લેખિત અનુરૂપ ભારતીય માનકોને અનુરૂપ હોવા જોઈએ અને ઓર્ડરમાં સૂચિત કર્યા મુજબ BIS (અનુરૂપ મૂલ્યાંકન) નિયમન, 2018 ની સંબંધિત યોજના અનુસાર BIS ના લાઇસન્સ અથવા CoC હેઠળ માનક ચિહ્ન ધરાવશે. QCO કેન્દ્ર સરકાર હેઠળના વિવિધ સંબંધિત મંત્રાલયો (નિયમનકારો) દ્વારા ઓર્ડર દ્વારા નિયમન કરવામાં આવતા ઉત્પાદન(ઓ)/ઉત્પાદન શ્રેણીઓના આધારે હિતધારકોની સાથે પરામર્શ કર્યા પછી, જારી કરવામાં આવે છે. QCO ની શરૂઆતની તારીખ સ્પષ્ટપણે ઓર્ડરમાં જ ભારપૂર્વક જણાવવામાં આવે છે જેથી જરૂરી ઉત્પાદન અને પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ભારતીય માનકોની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનના અનુપાલનના સંદર્ભમાં તેના અમલીકરણ માટેની સમયરેખાથી હિતધારકો સારી રીતે વાકેફ હોય.

QCO ની શરૂઆતની તારીખ પછી, કોઈપણ વ્યક્તિ માનક ચિહ્ન વિના QCO હેઠળ આવરી લેવામાં આવેલ કોઈપણ ઉત્પાદન(ઓ)નું ઉત્પાદન, આયાત, વિતરણ, વેચાણ, ભાડે, લીઝ, સંગ્રહ અથવા વેચાણ માટે પ્રદર્શન કરી શકશે નહીં, સિવાય કે તે BIS દ્વારા માન્ય લાઇસન્સ અથવા CoC હેઠળ હોય. સ્થાનિક રીતે ઉત્પાદિત માલને લાગુ પડતા સ્થાનિક કાયદા/નિયમો/ઓર્ડર/વિનિયમો, એ આયાત પર પણ લાગુ થશે, સિવાય કે ખાસ મુક્તિ આપવામાં આવી હોય. જો સ્થાનિક ઉત્પાદન(ઓ) એ ભારતીય માનકોના ફરજિયાત પાલનને આધીન હોય, તો આવા ઉત્પાદન(ઓ) જો આયાત કરવામાં આવે તો તેણે પણ ભારતીય માનકોનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. આમ, આ ઉત્પાદનો માટે, વિદેશમાં ઉત્પાદકે BIS ની ફોરેન મેન્યુફેક્ચરર્સ સર્ટિફિકેશન સ્કીમ (FMCS) હેઠળ BIS પાસેથી લાઇસન્સ અથવા CoC મેળવવાની જરૂર પડશે. ઓર્ડરની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ BIS એક્ટ, 2016ની કલમ 29 ની પેટા-કલમ (3) ની જોગવાઈઓ હેઠળ કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર થશે. QCO ની જોગવાઈઓના અમલીકરણ માટે, BIS પ્રમાણન ઓથોરિટી તરીકે કાર્ય કરે છે અને સંબંધિત અનુરૂપ મૂલ્યાંકન યોજના મુજબ ઉત્પાદકોને લાઇસન્સ અથવા CoC આપે છે. BIS QCO માં નિર્દિષ્ટ ઉત્પાદનો માટે અમલીકરણ ઓથોરિટી તરીકે પણ કાર્ય કરે છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ QCOs પરની માહિતી BIS વેબસાઇટ હેઠળ નીચે અનુસાર લિંક પરથી મેળવી શકાય છે અનુરૂપ મૂલ્યાંકન -> ઉત્પાદન પ્રમાણપત્ર -> ફરજિયાત પ્રમાણપત્ર હેઠળની પ્રોડક્ટ્સ. BIS એ BIS માર્ક, હોલમાર્ક અને CRS રજીસ્ટ્રેશન માર્ક જેવા BIS માર્ક ધરાવતા ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટે ગ્રાહકોનું સશક્તિકરણ કરવા માટે મોબાઇલ એપ્લિકેશન BIS કેર એપ્લિકેશન પણ વિકસાવી છે. તે ઉપભોક્તાઓને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો, BIS માર્ક્સનો દુરુપયોગ અને ગુણવત્તાના ગેરમાર્ગે દોરનારા દાવાઓ વિશે ફરિયાદો નોંધવાની પણ સુવિધા આપે છે. ગ્રાહકોને BIS-ચિહ્નિત ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટેનો માર્ગ પ્રદાન કરીને, BIS કેર એપ્લિકેશન તેમને જાણીતી પસંદગીઓ કરવામાં અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોની ખરીદી ટાળવામાં મદદ કરે છે. ભારતીય માનક બ્યૂરો એ, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે, તેની વ્યાપક પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહક સુરક્ષા અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીના ભાગ રૂપે, BIS અમદાવાદ, સમગ્ર ગુજરાત રાજ્યમાં અન્ય હિતધારકો સાથે સમન્વય સાધીને માર્ચમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે તથા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15મી માર્ચ 2024 ના રોજ ડબલટ્રી હિલ્ટન અમદાવાદ ખાતે માનક મહોત્સવનું પણ આયોજન કરી રહ્યું છે.  

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આવતીકાલે ગુજરાતના રાજકોટ ખાતે સાગર પરિક્રમા પર પુસ્તક અને વીડિયોનું વિમોચન કરશે
Next articleલિંગ અસમાનતા સૂચકાંક 2022 માં ભારતે 14 ક્રમનો કૂદકો લગાવ્યો