Home ગુજરાત ઉત્તર ગુજરાત ભારતીય માનક બ્યુરો, અમદાવાદના હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે જ્વેલર્સ પર એન્ફોર્સમેન્ટ દરોડા

ભારતીય માનક બ્યુરો, અમદાવાદના હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે જ્વેલર્સ પર એન્ફોર્સમેન્ટ દરોડા

14
0

(જી.એન.એસ) અમદાવાદ,તા.૩૦

02.09.2024ના રોજ મેસર્સ કેએમપી જ્વેલર્સ, મેસર્સ વીજે જ્વેલર્સ અને મેસર્સ સીએચ જ્વેલર્સ, હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદના અધિકારીઓની બનેલી ટીમ દ્વારા એન્ફોર્સમેન્ટ દરોડા પાડવામાં આવ્યા હતા.  કામગીરી દરમિયાન, ઉપરોક્ત જ્વેલર્સ નકલી હોલ માર્કિંગ સાથે તેમજ હોલમાર્કિંગ (હોલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી)) વિનાના ઘરેણાં વેચતા જોવા મળ્યા હતા. ઓપરેશન દરમિયાન 241 ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.

નકલી અથવા હોલમાર્કિંગ (HUID) વિનાના સોનાના દાગીનાનું વેચાણ એ BIS એક્ટ 2016ની કલમ 15નું ઉલ્લંઘન છે. આ ગુના માટે એક વર્ષ સુધીની કેદ અથવા ન્યૂનતમ રૂ. 1,00,000ના દંડની સજા છે, જે બીઆઈએસ એક્ટ 2016ની કલમ 29 મુજબ સ્ટાન્ડર્ડ માર્ક લાગુ કરાયેલ ઉત્પાદિત અથવા વેચેલ અથવા વેચવા અર્થે લગાવેલ માલ અથવા આર્ટિકલના મૂલ્યના પાંચ ગણા સુધી વિસ્તૃત થઈ શકે છે અથવા બંને સાથે સજાપાત્ર થઈ શકે છે. વધુમાં, HUID નંબર ફીડ કરીને BIS કેર મોબાઈલ એપમાં હોલમાર્કિંગની અધિકૃતતા ચકાસી શકાય છે.

ભારતીય માનક બ્યુરો સામાન્ય ઉપભોક્તાની સુરક્ષા માટે નકલી હોલમાર્ક અથવા HUID વિના ઘરેણાં વેચવા વિશે માહિતી પ્રાપ્ત થતાંની સાથે શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે. HUID વિના અથવા નકલી હોલમાર્કિંગ સાથે ઘરેણાં વેચતા જ્વેલર્સ વિશેની માહિતી ધરાવતી કોઈપણ સંસ્થા પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-380014, ફોનનં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in સરનામાં પર ઈમેઈલ દ્વારા અને BIS કેર એપ દ્વારા પણ ફરિયાદ કરી શકાય છે. માહિતી આપનારની ઓળખ સખ્ત રીતે ગુપ્ત રાખવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રિય જલશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 6 સપ્ટેમ્બરે સુરતથી જલસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ થશે
Next articleરાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત