Home રમત-ગમત Sports ભારતીય ખેલાડી ગુરકીરત સિંહ માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી

ભારતીય ખેલાડી ગુરકીરત સિંહ માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી

29
0

(GNS),11

ટીમ ઈન્ડિયા તરફથી ત્રણ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમનાર અને આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ ટીમ તફથી રમાઈ ચૂકેલા 33 વર્ષીય ભારતીય ખેલાડી ગુરકીરત સિંહ માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ગુરકીરત લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ નથી.. ગુરકીરત આઈપીએલમાં કિંગ્સ 11 પંજાબ (હાલમાં પંજાબ કિંગ્સ), દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત ટાઈટન્સ ટીમ તરફથી રમી ચૂક્યો છે. ગુરકીરતે સોશિયલ મીડીયા પર પોસ્ટ કરી તેની નિવૃત્તિ અંગે જાહેરાત કરી હતી. તેણે બીસીસીઆઈ અને સાથી ખેલાડીઓનો આભાર પણ માન્યો હતો.. ગુરકીરત સિંહ માને વર્ષ 2016 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ગુરકીરતને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે ત્રણેય મેચમાં પ્લેઈંગ 11 માં રમવાની તક મળી હતી, પરંતુ તે કોઈ ખાસ કમાલ કરી શક્યો નહીં. આ સીરિઝ બાદ તેને ફરી ટીમ ઈન્ડિયામાં ક્યારેય સ્થાન મળ્યું નહીં..

ગુરકીરત સિંહ માન આઈપીએલમાં સારું પ્રદર્શન કરવામાં રહ્યો હતો. તે આઈપીએલમાં કુલ ચાર ટીમો તરફથી રમ્યો હતો. 41 આઈપીએલ મેચોમાં તેણે 121ના સ્ટ્રાઈક રેટથી 511 રન બનાવ્યા હતા. તાજેતરમાં તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબના વિજયી અભિયાનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ ગુરકીરત વિદેશી T20 લીગમાં રમવાની તૈયારી કરી શકે છે.. ગુરકીરત સિંહ માને શુક્રવારે તેના ઈન્સ્ટાગ્રામ એકઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે પોતાની નિવૃત્તિ વિશે જણાવ્યું હતું અને બીસીસીઆઈ અને પીસીએનો આભાર પણ માન્યો હતો. ગુરકીરત સિંહ માનએ લખ્યું, “આજે મારી અવિશ્વસનીય ક્રિકેટ સફરનો અંત છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌભાગ્યની વાત છે. મને સપોર્ટ કરવા બદલ મારું મારા પરિવાર, મિત્રો, કોચ અને ટીમના સાથીઓનો આભારી છું. મને સતત સમર્થન આપવા બદલ હું BCCI અને PCAનો આભાર માનું છું.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમૌની રોયનો દિવાળી પાર્ટી ગોલ્ડન લુક વાયુવેગે વાઈરલ
Next articleઈંગ્લિશ ટીમનો ભારત પ્રવાસ, ટેસ્ટ અને ટી-20 સીરિઝ માટે ટીમની કરી જાહેરાત