Home દેશ - NATIONAL ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ ઝડપે વિકાસ સાધશે : RBI

ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ ઝડપે વિકાસ સાધશે : RBI

28
0

ભારત ચાલુ નાણાકીય વર્ષમાં તમામ અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપી વિકાસ સાધશે એવો મત રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે વ્યક્ત કર્યો છે. ગયા મહિને મળેલી મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠકની શુક્રવારે જારી કરાયેલી મિનિટ્સમાં રિઝર્વ બેન્કના મત અંગે માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે, એમપીસીના તમામ સભ્યોએ ૩૦ સપ્ટેમ્બરે સર્વસંમતિથી રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. આ સાથે વ્યાજદરમાં સતત ત્રીજી વખત ૦.૫ ટકાનો વધારો કરાયો છે અને તેને લીધે રેપો રેટ ૫.૯ ટકાએ પહોંચ્યો છે.

મે મહિનામાં રેપો રેટ ૦.૪૦ ટકા વધારવામાં આવ્યો હતો. સમિતિમાં માત્ર આશીમા ગોયલે વ્યાજદર ૦.૩૫ ટકા વધારવાની તરફેણ કરી હતી. જ્યારે અન્ય તમામ સભ્યોએ વ્યાજદરમાં ૦.૫ ટકા વૃદ્ધિનો મત વ્યક્ત કર્યો હતો. એમપીસીની શુક્રવારે જાહેર કરાયેલી મિનિટ્સમાં જણાવ્યા અનુસાર “ગવર્નર દાસે જણાવ્યું હતું કે મિશ્ર સંકેત છતાં આર્થિક પ્રવૃત્તિમાં સ્થિર દરે સુધારો થઈ રહ્યો છે.

વૈશ્વિક પરિબળો માંગ પર દબાણ વધારી રહ્યા છે. ૨૦૨૨-૨૩ માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ ૭ ટકા છે. એક વાત સ્પષ્ટ છે કે સ્થિતિ ગમે તે હોય ભારત વિશ્વના અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવશે.” એમપીસીની મિનિટ્સની વિગત અનુસાર “રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર અને એમપીસીના સભ્ય માઇકલ પાત્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અર્થતંત્ર વૃદ્ધિના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે નાણાનીતિએ મહત્વની ભૂમિકા ભજવવી જરૂરી છે. નાણાનીતિનું ધ્યાન ફુગાવાના લક્ષ્યાંકને નિર્ધારિત સમયમર્યાદામાં હાંસલ કરવા પર હોવું જોઇએ.”

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટે મેટા પ્લેટફોર્મ્સ ઇન્કા.ની CCIએ આપેલા તપાસના આદેશને પડકારતી અરજીઓ નકારી દીધી
Next articleકેરળ હાઈકોર્ટે મહિલાઓના પહેરવેશ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું