Home રમત-ગમત Sports ભારતનો બેટિંગમાં ફ્લોપ રહી… વિન્ડિઝ સામે બીજી ટી20માં પણ ભારતનો પરાજય થયો

ભારતનો બેટિંગમાં ફ્લોપ રહી… વિન્ડિઝ સામે બીજી ટી20માં પણ ભારતનો પરાજય થયો

12
0

(GNS),07

ભારતીય ટીમનો રવિવારે અહીં રમાયેલી બીજી ટી20માં વેસ્ટ ઈન્ડિઝ સામે બે વિકેટ પરાજય થયો હતો. હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને સળંગ બીજી ટી20માં હારનો સામનો કરવો પડ્યો છે. પાંચ ટી20ની શ્રેણીમાં કેરેબિયન ટીમે 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમના યુવા બેટ્સમેન તિલક વર્માએ ટી20માં સૌપ્રથમ અડધી સદી ફટકારી હતી. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટે 152 રન કર્યા હતા. જવાબમાં યજમાન વિન્ડિઝ ટીમે 18.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર પાડ્યું હતું.વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને આક્રમક 67 રનની ઈનિંગ્સ રમી હતી જેને પગલે વિન્ડિઝે નવ રન પ્રતિ ઓવરની રનરેટથી રમતા ભારતને મેચમાં પરત ફરવાની તક આપી નહતી. આઈપીએલના સ્ટાર ખેલાડીઓથી ભરેલી ભારતીય ટી20 ટીમનો બેટિંગમાં ફ્લોપ શો જોવા મળ્યો હતો. તિલક વર્માએ 51 રનનો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન 30 રનથી વધુ નોંધાવી શક્યો નહતો. ભારતને 153 રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી વિન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવરમાં કિંગ (શૂન્ય) અને ચાર્લ્સ (1) એમ બે વિકેટ ખેરવી હતી. અર્શદીપે ચોથી ઓવરમાં માયર્સ (15)ના રૂપે ત્રીજી વિકેટ ઝડપતા વિન્ડિઝ ટીમ દબાણ હેઠળ આવી ગઈ હતી.

ભારતને ઝડપી વિકેટ મેળવવાનો ખાસ ફાયદો થયો નહતો. કેરેબિયન ટીમના વિકેટકીપર બેટર નિકોલસ પૂરને 40 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી આક્રમક 67 રન ફટકારતા વિન્ડિઝ ટીમને વાપસી કરાવી હતી. પૂરને હેતમાયર (22) સાથે 37 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ ચાર રનમાં વેસ્ટ ઈન્ડિઝે ચાર વિકેટ ગુમાવતા ભારત માટે જીતની આશા જાગી હતી પરંતુ અકીલ હુસૈન 16 રન અને અલ્ઝારી જોસેફે 10 રન ફટકારીન અણનમ રહી વિન્ડિઝને જીતના દરવાજા સુધી લઈ ગયા હતા. બન્ને વચ્ચે નવમી વિકેટ માટે અજેય 26 રનની ભાગીદારી થઈ હતી. હાર્દિક પંડ્યાએ ત્રણ તથા યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી હતી. અર્શદીપ અને મુકેશે એક-એક વિકેટ મેળવી હતી. ભારતીય ટીમમાં બેટિંગમાં ફરીથી તાલમેલનો અભાવ જોવા મળ્યો હતો. શુભમન ગિલ (7) મોટી ઈનિંગ્સ રમી શક્યો નહો. ઈશાન કિશને 23 બોલમાં 27 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ એક રનના વ્યક્તિગત સ્કોરે રન આઉટ થયો હતો. સંજૂ સેમસને (7) પોતાની વિકેટ ફેંકી દીધી હતી જેને પગલે ભારતે 76 રનમાં ચાર ટોચના બેટ્સમેન ગુમાવ્યા હતા. તિલકે એક છેડો સંભાળી રાખ્યો હતો અને 41 બોલમાં પાંચ ચોગ્ગા તથા એક સિક્સરના સહારે 51 રન કરીને ટી20માં રોહિત શર્મા બાદ અડધી સદી ફટકારનાર બીજો યુવા ભારતીય બેટ્સમેન બન્યો હતો. હાર્દિક (24) અને તિલકે પાંચમી વિકેટ માટે 38 રન જોડ્યા હતા. અક્ષર પટેલ 14 રન કરીને આઉટ થયો ત્યારે ભારતે 139 રનમાં સાત વિકેટ ગુમાવી હતી. બિશ્નો (8) અને અર્શદીપ (6)એ છેલ્લી ઓવરમાં ફટકાબાજી કરીને ભારતનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. વિન્ડિઝ તરફથી અકીલ હુસૈન, અલ્ઝારી જોસેફ અને રોમારિયો શેફર્ડે બે-બે વિકેટ ઝડપી હતી. તિલક ટી20માં ફિફ્ટી ફટકારનાર બીજો યુવા ભારતીય અને જણાવીએ તો ખેલાડી અને ઉંમર સાથે જોઈએ તો.. રોહિત શર્મા – 20 વર્ષ 143 દિવસ, તિલક વર્મા – 20 વર્ષ 271 દિવસ, રિષભ પંત – 21 વર્ષ 138 દિવસ અને રોબિન ઉથપ્પા – 21 વર્ષ 307 દિવસ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકુલદીપને સારી બોલિંગ બદલ ટીમનું સમર્થન મળી રહ્યું છે : યુઝવેન્દ્ર ચહલ
Next articleપાકિસ્તાને પાક ક્રિકેટ ટીમને ભારતમાં વર્લ્ડ કપ રમવા લીલીઝંડી આપી