Home રમત-ગમત Sports ભારતની જીતમાં પાકિસ્તાનના આ 3 ખેલાડી ઉભી કરી શકે છે મુશ્કેલી

ભારતની જીતમાં પાકિસ્તાનના આ 3 ખેલાડી ઉભી કરી શકે છે મુશ્કેલી

16
0

(GNS),28

આઈસીસી પુરુષ વર્લ્ડકપ 2023નું શિડ્યુલ જાહેર થઈ ગયું છે. પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની પહેલી મેચ પાંચ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2023 બાદ આ વર્ષના વર્લ્ડકપની શરુઆત પણ અમદાવાદથી જ થઈ રહી છે. આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે યોજાવાની છે. બન્ને ટીમો વચ્ચેની આ રોમાંચક મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. જોકે, આ મહત્વની મેચ પહેલા ફેન્સના શ્વાસ અધ્ધર છે, જેનું કારણ પાકિસ્તાનના ત્રણ ખેલાડી છે. આ ખેલાડીઓ ફોર્મમાં છે અને એકલા દમ પર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમને ગ્રીન ટીમના જે ખેલાડીઓથી સૌથી વધુ ટેન્શન છે તેમાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનો સમાવેશ થાય છે. આ બોલર પોતાની ઓવર દરમિયાન તરખાટ મચાવવામાં માહેર છે. આફ્રિદી પહેલા પણ ઘણી વખત ટીમ ઈન્ડિયા પર ભારે પડી ચૂક્યો છે. એવામાં ફરી એકવાર તે ભારત-પાકિસ્તાનની મેચમાં મહત્વનો ખેલાડી રહેશે. આ ફાસ્ટ બોલર દુનિયામાં પોતાનું નામ ઊંચું કરી રહ્યો છે. વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે બીજા નંબરનો ખતરનાક ખેલાડી કેપ્ટન બાબર આઝમ છે. બાબરની ગણતરી હાલના સમયમાં ચપળ બેટ્સમેન તરીકે થાય છે. તેણે ભારતની સામે પણ પોતાનું ફોર્મ બતાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે ગ્રીન ટીમમાંથી ત્રીજો ખેલાડી વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે. જો ભારત સામે બાબર સસ્તામાં આઉટ થઈ જાય તો પણ મોહમ્મદ રિઝ્વાન બાજી પલટવામાં કે ટીમને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રિઝ્વાનના નામે વનડેમાં 1408 રન નોંધાયેલા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ’72 હુરે’નું ટ્રેલર પાસ કરવાનો ઇનકાર કર્યો
Next articleICC ODI વર્લ્ડ 2023નું શેડ્યૂલ જાહેર થતાં ક્રિકેટ ચાહકોએ ટિકિટની શોધ શરૂ કરી દીધી