(જી.એન.એસ) તા. 20
નવી દિલ્હી/મુંબઈ,
લોકસભા ચૂંટણીને કારણે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લઈ રહ્યાં નથી. તેમના સ્થાને, આ વખતે ભારતીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ અને આર્થિક બાબતોના સચિવ અજય સેઠ સહિતના વરિષ્ઠ સરકારી અધિકારીઓ કરી રહ્યા છે.
આ બેઠકમાં અગાઉ, ભારતના આર્થિક બાબતોના સચિવ અજય સેઠે જણાવ્યું હતું કે, પડકારરૂપ વૈશ્વિક પરિસ્થિતિ છતાં ભારતની અર્થવ્યવસ્થાએ ગયા વર્ષે સતત વપરાશ અને રોકાણના સંદર્ભમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. તેમણે વિશ્વ બેંક સમિતિને જણાવ્યું કે, નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ બીજા એડવાન્સ અંદાજમાં 7.3 ટકાથી વધારીને 7.6 ટકા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, અજય શેઠે વિકાસ સમિતિને જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં ભારતની સતત વૃદ્ધિને અનુરૂપ, ભારતીય મૂડી બજાર નાણાકીય વર્ષ 2023-24માં ઊભરતાં બજારોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બજારોમાંનું એક છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.