Home દુનિયા - WORLD ભારતથી તુર્કી ની મદદ માટે C-17 ગ્લોબમાસ્ટર રવાના, પહેલીવાર રેસ્ક્યુ માટે 5...

ભારતથી તુર્કી ની મદદ માટે C-17 ગ્લોબમાસ્ટર રવાના, પહેલીવાર રેસ્ક્યુ માટે 5 મહિલા અને સ્નીફર ડૉગ નો સમાવેશ કરવા માં આવ્યો

58
0

(GNS NEWS)

તુર્કીમાં ભૂકંપથી થયેલાં ભારે નુકસાન પછી ભારત સરકારે મદદ માટે હાથ આગળ કર્યો છે. એરફોર્સના સ્પેશિયલ વિમાન C-17 ગ્લોબલમાસ્ટરથી NDRF ના 51 સૈનિક તુર્કી પહોંચી ગયા છે. જેને ડેપ્યૂટી કમાન્ડર દીપક તલવાર લીડ કરી રહ્યા છે. પહેલીવાર ઇન્ટરનેશનલ લેવલે રેસ્ક્યૂ ઓપરેશનમાં 5 મહિલા ભાગ લઇ રહી છે. આ સિવાય બે ડૉગ સ્વોક્વોર્ડ પણ ગયા છે.બીજું વિમાન સ્ટેન્ડબાયમાં છે NDRF પ્રવક્તા નરેશ ચોહાણે જણાવ્યું કે ગાઝિયાબાદના હિંડન એરબેઝથી મંગળવારે વહેલી સવારે ત્રણ વાગે C-17 ગ્લોબમાસ્ટરે ઉડાન ભર્યું. ભારતે મેડિકલ ઇક્વીપમેન્ટ્સ અને દવાઓ પણ મોકલી છે. બીજું વીમાન સ્ટેન્ડબાય પર છે, જે થોડીવારમાં રવાના થઈ શકે છે.તુર્કીની ધરતી ઉપર લેન્ડ થયું ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટરતુર્કીની ધરતી ઉપર લેન્ડ થયું ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટરત્યાં જ, એરફોર્સે ટ્વિટ કરીને જણાવ્યું- ‘IAF C-17નું વિમાન એક મોટી રાહત સેવાનો ભાગ છે, જે તુર્કીમાં IAF દ્વારા અન્ય ભારતીય સંગઠનો સાથે મળીને કરવામાં આવશે’આ વિમાનમાં વિશાળ માત્રામાં દવાઓ અને અન્ય રાહત સામગ્રી રાખવામાં આવી છે.આ વિમાનમાં વિશાળ માત્રામાં દવાઓ અને અન્ય રાહત સામગ્રી રાખવામાં આવી છે.વિદેશ મંત્રાલયે કહ્યું- ભારત મદદ અને રાહત આપવા માટે સક્ષમ છેભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું- ‘ભારત માનવીય સહાયતા અને આપત્તિમાં રાહત આપવા માટે સક્ષમ છે. NDRF બચાવ દળ, ભૂકંપ રાહત સામગ્રીનો પહેલો જથ્થો તુર્કી માટે રવાના થયો છે’તુર્કી મિશન ઉપર NDRF એ પોતાના બે સ્પેશિયલ ડૉગ સ્વોક્વોર્ડ પણ મોકલ્યા છે.તુર્કી મિશન ઉપર NDRF એ પોતાના બે સ્પેશિયલ ડૉગ સ્વોક્વોર્ડ પણ મોકલ્યા છે.ગાઝિયાબાદના હિંડન એરબેઝથી સી-17 ગ્લોબમાસ્ટર વિમાને આજે રાતે ત્રણ વાગે તુર્કી માટે ઉડાન ભરી છે.ગાઝિયાબાદના હિંડન એરબેઝથી સી-17 ગ્લોબમાસ્ટર વિમાને આજે રાતે ત્રણ વાગે તુર્કી માટે ઉડાન ભરી છે.આપત્તિમાં સંકટમોચક બન્યું ગ્લોબમાસ્ટર; ક્યારે-ક્યારે મદદ મોકલી, જાણો છો..ફેબ્રુઆરી અને માર્ચ-2022માં આ વિમાનો દ્વારા બે હજારથી વધારે વિદ્યાર્થી યૂક્રેન સહિત અનેક દેશોથી એરલિફ્ટ કરીને ગાઝિયાબાદ હિંડન એરબેઝ ઉપર લાવવામાં આવ્યા હતાં. ત્યારે ત્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી ફસાયેલાં હતાં.એપ્રિલ-2021માં કોરોનાકાળમાં જ્યારે દેશમાં ઓક્સીજનની ભારે ખપત સર્જાયી ત્યારે C-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા ઓક્સીજનના ટેન્કરોને દેશમાં એકથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવ્યાં.ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન ઉપર કબજો કર્યો. C-17 ગ્લોબમાસ્ટર વિમાનથી લગભગ 600 ભારતીયને કાબુલથી સુરક્ષિત એરલિફ્ટ કરવામાં આવ્યાં.8 વર્ષ પહેલાં બિહારમાં જ્યારે પૂર આવ્યું, ત્યારે દિલ્હીથી ડોક્ટરોની ટીમ લઇને આ જ વિમાન બિહાર પહોંચ્યું. આ વિમાનને હોસ્પિટલનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.ઓક્ટોબર 2020માં જ્યારે ભારત-ચીનમાં ઘર્ષણ થયું ત્યારે ભારતીય વાયુસેનાએ પોતાના સૈનિકો માટે લોજિસ્ટિક્સ સામગ્રી લઇને આ વિમાનને ચીનની બોર્ડર ઉપર મોકલ્યું હતું.કાઠમાંડૂ, ઉત્તરાખંડ, હિમાચલ, બિહાર વગેરે જગ્યાએ આપત્તી આવી ત્યારે ભારતીય વાયુસેનાના આ વિમાનને મોકલીને મદદ પહોંચાડવામાં આવી.2013માં ફિલીપાઇન્સમાં આવેલાં તોફાનથી અમેરિકાએ આ વિમાનથી 670 લોકોને એક જ વારમાં એરલિફ્ટ કર્યા હતાં.ઇન્ટરનેશનલ લેવલના રેસ્ક્યૂમાં NDRFની મહિલા સૈનિક પહેલીવાર મોકલવામાં આવી છે, જે આ બટાલિયન માટે ગૌરવની વાત છે.ઇન્ટરનેશનલ લેવલના રેસ્ક્યૂમાં NDRFની મહિલા સૈનિક પહેલીવાર મોકલવામાં આવી છે, જે આ બટાલિયન માટે ગૌરવની વાત છે.મુશ્કેલ જગ્યાઓએ સરળ લેન્ડિંગબોઈંગ C-17 ગ્લોબમાસ્ટર વિશ્વના મોટા માલવાહક જહાજોમાંથી એક છે. ગ્લોબમાસ્ટર કારગિલ, લદ્દાખ અને અન્ય ઉત્તરી, પૂર્વી સીમાઓ જેવી મુશ્કેલ જગ્યાઓએ સરળતાથી ઉતારી શકાય છે. લેન્ડિંગમાં પરેશાની હોવાની સ્થિતિમાં તેમાં રિવર્સ ગેર પણ આપવામાં આવ્યું છે. વિમાન ચાર એન્જિન સાથે સજ્જ છે. C-17 વિમાનનો બહારનો ઢાંચો એટલો મજબૂત છે કે તેના ઉપર રાઇફલ અને નાના હથિયારોની ફાયરિંગની કોઈ અસર થતી નથી.C-17 ગ્લોબમાસ્ટરની ખાસિયત લંબાઈ- 174 ફૂટ, પહોળાઈ- 170 ફૂટ, ઊંચાઈ-55 ફૂટ છે.ઇન્ટરનેશનલ ફ્લાઇટથી વધારે લોકોને એકવારમાં લઇ જઇ શકાય છે.3 હેલિકોપ્ટર અથવા બે ટ્રકને એરલિફ્ટ કરવાની તાકાત હિંડન એરબેઝ ઉપર એક અન્ય વિમાનને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે, જે જલ્દી જ તુર્કી માટે રવાના થશે હિંડન એરબેઝ ઉપર એક અન્ય વિમાનને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે, જે જલ્દી જ તુર્કી માટે રવાના થશેચાર રાજ્યોને હેન્ડર કરે છે ગાઝિયાબાદની NDRF બટાલિયન26 ડિસેમ્બર 2005ના રોજ આપત્તિ મોચન સંકટ એક્ટ આધારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અર્થોરિટી બનાવવામાં આવી. યોજના, નીતિ, ગાઇડલાઇન આધારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નું ગઠન થયું. વર્ષ 2006માં આઠ બટાલિયન સાથે NDRFને ઊભું કરવામાં આવ્યું. વર્તમાનમાં કુલ 12 બટાલિયન છે. 8મી બટાલિયન ઉત્તર પ્રદેશના જિલ્લા ગાઝિયાબાદમાં છે. આ બટાલિયન સાથે દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ રાજ્યના સંબંધ છે. યૂપીના પણ બે જિલ્લા જોડાયેલાં છે.

(GNS NEWS)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયમુના એક્સપ્રેસ-વે ના ટોલ પ્લાઝા પર પહેલે થી પડેલા મૃતદેહ કારમાં ફસાતા 11 કિમી સુધી ઢસડાયા
Next articleસંસદમાં સતત ત્રીજા દિવસે અદાણી મુદ્દે ભારે હોબાળો થયો