Home દેશ - NATIONAL ભાજપ પણ સહમત..!!? ઇવીએમ આઉટ..!, બેલેટ યુગ પાછો ફરશે?

ભાજપ પણ સહમત..!!? ઇવીએમ આઉટ..!, બેલેટ યુગ પાછો ફરશે?

558
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.18
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવાની વિપક્ષની માંગણી મુદ્દે શનિવારે કૉંગ્રેસે પોતાના 84મા મહાઅધિવેશનમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયા બાદ ભાજપના મહાસચિવ રામ માધવે પણ આ મુદ્દા પર સહમતિ વ્યક્ત કરી હતી. ભાજપનું કહેવું છે કે જો તમામ પક્ષોની વચ્ચે સહમતિ બને છે તો ભવિષ્યમાં ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવા પર વિચાર કરી શકાય છે.
રામ માધવે કહ્યું કે હું કૉંગ્રેસને યાદ અપાવા માંગવું છે કે બેલેટ પેપરની જગ્યાએ ઈવીએમથી ચૂંટણી કરાવવાનો નિર્ણય મોટાપાયા પર સહમતિ બન્યા બાદ જ લેવાયો હતો. હવે આજે જો દરેક પાર્ટી એમ વિચારે કે અમે બેલેટ પેપર પર પાછા જઇએ તો તેના પર પણ અમે વિચાર કરી શકીએ છીએ. સામાન્ય ચૂંટણી બાદ ફરી ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં કેટલાંય પક્ષોએ ઇવીએમમાં ગડબડીનો આરોપ મૂકયો હતો.
આપને જણાવી દઇએ કે યુપીમાં થયેલ બે સીટોની લોકસભા પેટાચૂંટણીમાં જીત બાદ પણ સમાજવાદી પાર્ટીના મુખ્યા અખિલેશ યાદવે કહ્યું હતું કે જો ઇવીએમ મશીનોમાં ગડબડી ના થઇ હોત તો અમારી જીતનું અંતર વધુ હોત. કૉંગ્રેસે મહાઅધિવેશનમાં બેલેટનો ઉપયોગ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે કેટલાંય મોટા લોકતંત્રોમાં તેનો ઉપયોગ થાય છે. આથી ચૂંટણીની પ્રક્રિયામાં લોકોની વિશ્વસનીયતા વધશે.
છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ઇવીએમમાં ગડબડીની ફરિયાદો વિપક્ષી દળોની તરફથી કંઇક વધુ થઇ ગઇ છે. નવેમ્બરમાં થયેલ યુપીની પેટા ચૂંટણી દરમ્યાન કેટલાંય મશીનોમાં પહેલેથી જ ભાજપના ખાતામાં વોટ પડ્યાના રિપોર્ટ્સ આવ્યા હતા. તેના પર ચૂંટણી અધિકારીઓએ મશીનોમાં ટેકનોલોજીમાં ખામીની વાત કહી હતી. ખાસ કરીને યુપીની વિધાનસભા ચૂંટણીમાં 4.3માથી ભાજપને 325 સીટો જીતવા પર બસપા ચીફ માયાવતી સહિત કૉંગ્રેસ અને સપાએ પણ ઇવીએમમાં ગડબડીને તેનું કારણ ગણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના ખેડૂતો પાણીચોર..!?, કેનાલો પર પોલીસ પહેરો…!!!
Next articleપત્રકારો માટે પાટલીઓ..! ડોન્ટ વરી..ફરી બહિષ્કાર-ફરી ખાતરી