Home ગુજરાત પત્રકારો માટે પાટલીઓ..! ડોન્ટ વરી..ફરી બહિષ્કાર-ફરી ખાતરી

પત્રકારો માટે પાટલીઓ..! ડોન્ટ વરી..ફરી બહિષ્કાર-ફરી ખાતરી

693
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.19
ગુજરાત વિધાનસભામાં 138 કરોડના ખર્ચે બધુ નવું નવું કરવામાં જાણે કે કોન્ટ્રાક્ટરને ખાસ સુચના હોય તેમ પ્રેસ ગેલેરી અને પ્રેસ રૂમમાં એવું કરવામાં આવ્યું છે કે બજેટ સત્રમાં પત્રકારોને બીજીવાર બહિષ્કારનું શસ્ત્ર ઉગામવું પડ્યું. સરકાર તરફથી ફરી ખાતરી અપાઇ અને પત્રકારોને આ સરકારી ખાતરી પર ફરીએકવાર વિશ્વાસ રાખીને પોતાની ફરજ નિભાવવી પડી છે. પ્રેસ ગેલેરીમાં પત્રકારોને સમગ્ર દિવસ દરમ્યાન કાર્યવાહી ચાલે ત્યાં સુધી બેસવું પડે છે. અગાઉની ખુરશીઓ ગાદીવાળી અને આખો દિવસ બેસે તો પણ દુખાવો ના થાય તેવી હતી. નવા રંગરોગાનમાં જુની પાટલીઓ બદલીને જે નવી ખુરશીઓ મૂકવામાં આવી છે તે માંડ અડધો કલાક બેસી શકાય એવી સખત બનાવવામાં આવી છે. આ મુદ્દે અગાઉ પત્રકારોએ કામગીરી બહિષ્કાર કરતાં ખાતરી અપાઇ. અને તેને 15 દિવસ થયાં છતાં તેનો કોઇ અમલ ના થતાં આજે સત્રના લગભગ છેલ્લાં 10 દિવસ બાકી છે ત્યારે ફરીથી પત્રકારોએ બહિષ્કાર કર્યો હતો. ફરીથી તેમને ખાતરી અપવામાં આવી છે. એમ કરતાં કરતાં સત્ર પૂરૂ થઇ જશે અને મામલો ત્યાંને ત્યાં જ પડ્યો રહે તો નવાઇ નહીં. કેમ કે તે પછીનું સત્ર ચોમાસા દરમ્યાન સપ્ટેમ્બરમાં મળશે. સરકાર ઇચ્છે છે કે પત્રકારો પ્રેસ ગેલેરીમાં વધારે સમય બેસે નહીં, તેમને કમર વગેરેના દુખાવા થાય અને પત્રકારો ભલે ને હેરાન-પરેશાન થાય એવી કોઇ માનસિક્તા સરકારી તંત્રમાં પ્રવર્તી રહી હોય તેવી એક લાગણી ધીમે ધીમે સર્જાઇ રહી છે. પ્રેસ ગેલેરીમાં મૂકાઇ છે એવી બેસવાની વ્યવસ્થા મંત્રીઓ અને ધારાસભ્યો માટે કરવી જોઇએ જેથી તેમને સ્વઅનુભવ થાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપ પણ સહમત..!!? ઇવીએમ આઉટ..!, બેલેટ યુગ પાછો ફરશે?
Next articleડેટા લીક મામલે ફેસબુકને ઝટકો, એક જ દિવસમાં 2 લાખ કરોડનું નુકસાન