(હર્ષદ કામદાર,જી.એન.એસ),તા.૫
રાજપા-ભાજપ અને કોંગ્રેસ સરકારોના નિર્ણયોમાં શંકરસિંહની સરકારના નિર્ણયો શ્રેષ્ઠ, જિલ્લા વિભાજન અને ખેડૂતને ખેડૂતપોથીના શંકરસિંહના નિર્ણયોને લોકો આજે પણ યાદ કરે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ તટસ્થ મતદારોએ ચૂંટણી જંગના મેદાનમાં ઉતરેલી ત્રણ મુખ્ય પાર્ટીઓ જન વિકલ્પ પાર્ટી,કોંગ્રેસ અને ભાજપ સરકારોના વહીવટની તુલના શરુ કરી હોવાનું રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું. આ ત્રણ મુખ્ય પક્ષો પૈકી જનવિકલ્પ પાર્ટી પ્રણેતા શંકરસિંહ વાઘેલાના રાજપા સરકારમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની સરખામણી ભાજપ સરકારના નિર્ણયો સામે કરતાં મુખ્ય તારણ એ નિકળે છે કે ભાજપ સરકાર ૧૯૯૮ પછી રાજપા-સરકારમાં લેવાયેલા નિર્ણયો પર આગળ વધીને બાપૂની સરકારના નિર્ણયોને યોગ્ય ઠેરવ્યાં છે.
સૂત્રોએ કહ્યું કે ગુજરાતમાં તાલુકા-જિલ્લામાં વસ્તી વધતા તેના વિભાજનનો નિર્ણય હિંમતપૂર્વક સૌથી પહેલાં શંકરસિંહ વાઘેલાએ કરીને તે વખતે ૬ જિલ્લાઓનું વિભાજન કરીને એક નવો ઈતિહાસ રચ્યો હતો. ભાજપ સરકારે તેમાં યોગ્યતા સમજદારી અને પ્રજાના હિતનું પગલું હોવાનું જણાતા ત્યારબાદ ભાજપે તાલુકા-જિલ્લાનું વિભાજન કરતાં આજે ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ અને ૨૨૫ તાલુકાઓ છે. તેના મૂળમાં-પાયામાં તે વખતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ગુજરાતના હિત માટેની દિર્ઘદ્રષ્ટિ હતી. બાપૂની સરકારે જે તે વખતે ખેડૂતોને ખેડૂત નોંધપોથી આપવાનો સૌ પ્રથમ ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. આ ખેડૂતપોથીમાં જમીન,ખેતીનો પ્રકાર ખેડૂતનું નામ વગેરેની વિગતો નોંધાતી હતી. આજે પણ લાખો ખેડૂતોને જે સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે તેના પાયામાં શંકરસિંહ બાપુની રજાપા સરકાર છે જે હવે જનવિકલ્પ સરકાર તરીકે ગાંધીનગરમાં આકાર અને સાકાર પામે તો નવાઈ નહીં એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે હાલની સરકારમાં મુખ્યમંત્રી અને મંત્રીઓને મળવા માટે સુરક્ષાના સાત કોઠા પાર કરવા પડે છે. સુરક્ષાના કારણોસર નાગરિકોને પારાવાર હેરાનગતિ ભોગવવી પડે છે અને પોતાના જીવન-તરણનો પ્રશ્ન લઈને આવનાર નાગરિકને લાચાર થઈને નિરાશવહને પરત જવું પડે છે. જનવિકલ્પની સરકારમાં બાપૂની રાજપા સરકારની જેમ ગુજરાતનો કોઈ નાગરિક સુરક્ષાના સાત કોઠા પાર કર્યા વગર જ સીધે સીધા મુખ્યમંત્રી વાઘેલા બાપૂ અને તેમના મંત્રીઓને મળી શકે તેવી પીપલ્સ ફ્રેન્ડલી સિસ્ટમ અમલમાં મૂકાશે. કોઈ લાચાર અપંગ વ્યક્તિએ સ્વર્ણિમ સંકુલ-૧ના પગથિયાથી જ પાછા જવું નહિ પડે. ખાસ કિસ્સામાં મુખ્યમંત્રી અને મંત્રી નીચે આવીને અપંગ નાગરિકોની વેદનાને સાંભળી તેનો નિકાલ લાવશે. ભાજપ અને અગાઉની કોંગ્રેસ સરકારના નિર્ણયોમાં બાપૂની સરકારના નિર્ણયો પ્રજાલક્ષી,ખેડૂતલક્ષી હોવાનું તારણ નીકળે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.