Home દેશ - NATIONAL ભાજપ આ મામલાને શિવસેનાનો આંતરિક મામલો ગણાવી રહી છે

ભાજપ આ મામલાને શિવસેનાનો આંતરિક મામલો ગણાવી રહી છે

45
0

(જી.એન.એસ),તા.૨૩
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારની ખુરશી ખતરામાં છે. માનવામાં આવી રહ્યું છે કે ઠાકરે ગમે ત્યારે રાજીનામુ પણ આપી શકે છે. હકીકતમાં શિવસેના પ્રમુખની પોતાની પાર્ટી પર પકડ ઢીલી પડી ગઈ છે. શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંધે ૪૦થી વધુ ધારાસભ્યો સાથે ગુજરાત બાદ ગુવાહાટીમાં કેમ્પ બનાવ્યો છે. તો આ ઘટનાક્રમની અસલી સૂત્રાધાર મનાતી ભાજપ ખુદને સાફ જણાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ એક તરફ આ મામલાને શિવસેનાનો આંતરિક મામલો ગણાવી રહી છે, તો બળવાખોર ધારાસભ્યોને રહેવાની વ્યવસ્થા ભાજપ શાસિત રાજ્યમાં કરવામાં આવી રહી છે. ધારાસભ્યોની સુરક્ષા એવી છે કે કોઈ બહારનું પક્ષી ત્યાં ફરકી પણ શકે નહીં. મહારાષ્ટ્રમાં શરૂ થયેલા આ રાજકીય ખેલમાં કોઈને ફાયદો થવાનો છે કો માત્ર ભાજપ છે. ક્યારેક શિવસેનાની સાથી રહેલી ભાજપાએ ગઠબંધનમાં સાથે રહી ચૂંટણી લડી હતી પરંતુ શિવસેના પ્રમુખની મહત્વાકાંક્ષા કહો કે બીજુ કંઈ. શિવસેનાએ પ્રચંડ જીત બાદ પણ ભાજપ સાથે છેડો ફાડી દીધો. ત્યારબાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. ૫ વર્ષ સુધી મુખ્યમંત્રી બનવાની તૈયારી કરી રહેલા ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીનું સરકારી આવાસ છોડી પોતાના નિવાસ્થાન માતોશ્રી પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં થઈ રહેલા આ મોટા ઘટનાક્રમ છતાં ભાજપનું કહેવું છે કે શિવસેનાનો આંતરિક મામલો છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે સત્તા માટે શિવસેના હિન્દુત્વનો રસ્તો છોડી કોંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધનમાં સરકાર બનાવી, જનાદેશનું અપમાન કર્યુ અને અમારી સાથે છેતરપિંડી કરી. આ અનૈતિક અને અસામાન્ય ગઠબંધનને તોડવું પડ્યું. ભાજપ નેતાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આ નિષ્ફળતા છે કે તે પોતાની પાર્ટીને સંભાળી શક્યા નહીં. ક્યારેક અજીત પવારના કાંડમાં ઉતાવળ કરનાર ભાજપ હવે ઉતાવળના મૂડમાં નતી. તેથી ખેંચતાણની કમાન હાલ શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેના હાથમાં છે. શિંદે, શિવસેનાના અન્ય બળવાખોર ધારાસભ્યોની સાથે હવે એક અન્ય ભાજપ શાસિત રાજ્ય અસમમાં છે. તે બુધવારે સવારે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. શિંદેએ દાવો કર્યો કે પાર્ટીના ૫૫માંથી ૪૦ ધારાસભ્યો તેમની સાથે છે. તેમણે સાત અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો પણ દાવો કર્યો છે. મંગળવારે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત દરમિયાન શિંદેએ પાર્ટીમાં પરત ફરવા માટે શરત રાખી છે. તેનો જવાબ હજુ તેને મળ્યો નથી. હાલ તો ભાજપ પડદા પાછળથી સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉદ્ધવ ઠાકરેને નવનીત રાણા અને કંગનાનો શ્રાપ નડ્યો ?
Next articleસુશાંત સિંહ રાજપૂત કેસમાં ૧૨ જૂલાઈએ આગામી સુનાવણી