Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભાજપે લોકસભા ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી

ભાજપે લોકસભા ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી

21
0

(જી.એન.એસ) તા. 2

નવી દિલ્હી,

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશની હાઈ પ્રોફાઈલ ગણાતી રાયબરેલી સીટ અને કેસરગંજના ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ દ્વારા રાયબરેલી લોકસભા બેઠક પરથી દિનેશ પ્રતાપ સિંહ અને કેસરગંજ લોકસભા બેઠક પરથી બૃજભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણને ટિકિટ આપવામાં આવી છે. કેસરગંજ બેઠક પર હાલ બૃજભૂષણ શરણ સિંહ સાંસદ છે જેમની પર મહિલા પહેલવાનોએ યૌન શૌષણના આરોપ લગાવ્યાં હતા. મહિલા પહેલવાન યૌન શૌષણને કારણે તેમને ટિકિટ કપાઈ છે.

કૈસરગંજ સીટ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે. આ બેઠક પર પાંચમા તબક્કામાં મતદાન થશે. પાંચમા તબક્કામાં યુપીના મોહનલાલગંજ, લખનૌ, રાયબરેલી, અમેઠી, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, ફૈઝાબાદ, કૈસરગંજ અને ગોંડામાં મતદાન થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆગામી ચાર-પાંચ દિવસમાં ગુજરાત ના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ ની આગાહી
Next articleગાંધીનગર જિલ્લામાં આંગણવાડીની બાળાઓ તથા બહેનો હાથે મહેંદી મૂકી મતદાન જાગૃતિનો આપી રહ્યાં છે સંદેશ