Home ગુજરાત ભાજપે આમ આદમી પાર્ટીના એક નેતાને ખરીદવા માટે રૂપિયા 100 કરોડ રૂપિયાની...

ભાજપે આમ આદમી પાર્ટીના એક નેતાને ખરીદવા માટે રૂપિયા 100 કરોડ રૂપિયાની ઓફર કરી : કેજરીવાલનો દાવો

17
0

(જી.એન.એસ),તા.૦૮

અમદાવાદ,

આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. એક તરફ ગ્લોબલ સમિટના રસ્તે ભાજપ વિકાસ, રોજગાર અને વિદેશી રોકાણની વાત કરીને મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ સહિત બીજી પાર્ટીઓએ ભેગા થઈને બનાવેલા I.N.D.I.A સંગઠનમાં સતત ખેંચતાણ વધી રહી છે. આ ખેંચતાણની વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે એક મોટો દાવો કર્યો છે. કેજરીવાલે દાવો કર્યો છેકે, ભાજપ AAP થી ડરી ગયું છે. ભાજપે આમ આદમી પાર્ટીના એક નેતાને ખરીદવા માટે રૂપિયા 100 કરોડ અને સરકારમાં મંત્રી પદ આપવા સુધીની ઓફર કરી છે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છેકે, આદિવાસી સમુદાયનું મોટું માથું ગણાતા ભરૂચ વસાવાને કોઈપણ રીતે ભાજપ પોતાની તરફ લેવા માંગે છે. ભાજપે ચૈતર વસાવાને 100 કરોડ રૂપિયા અને મંત્રી પદ આપવાની પણ ઓફર કરી છે. રવિવારે એક જાહેર સભામાં કેજરીવાલે ભાજપ પર ભારે પ્રહાર કર્યાં હતાં.

કેજરીવાલે કહ્યુકે, ચૈતર વસાવા ભાજપ ચારેય તરફથી અને તમામ રીતે દબાણ લાવી રહ્યું છે. જોકે, વસાવા બધા એશો આરામ છોડીને આદિવાસી રહેશે. જ્યારે પંજાબના સીએમ ભગવંત માને તો ભાજપની તુલના ડાકુઓ સાથે કરી છે. તેમણે કહ્યુંકે, પહેલાં ડાકુને જેમ પબ્લિકને લૂંટીને પછી સીલીન્ડરના ભાવ થોડા ઓછા કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે, કેજરીવાલે આ દાવો કર્યો એ પહેલાં કેજરીવાલે ભરૂચ જિલ્લાની લોકસભા બેઠકથી આમ આદમી પાર્ટીના લોકસભા ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી. જોકે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે. કેજરીવાલે જણાવ્યું હતુંકે, ભાજપે આદિવાસી વહુ-બેટીઓને જેલમાં ધકેલીને તેમનું અપમાન કર્યું છે અને હવે તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોધરા રમખાણોનો બદલો લેવા અમદાવાદ, વડોદરા અને સુરતને રક્તરંજિત કરવાનો ISISનો પ્લાન હતો
Next articleઆજથી 2 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે