Home દેશ - NATIONAL ભાજપના સાંસદે એવું તો શું કામ કર્યું કે પ્રધાનમંત્રીએ પણ કર્યા વખાણ

ભાજપના સાંસદે એવું તો શું કામ કર્યું કે પ્રધાનમંત્રીએ પણ કર્યા વખાણ

69
0

ભારતીય જનતા પાર્ટીના સાંસદ વૃજલાલે તેમનું ઘર ચકલીઓને સમર્પિત કરી દીધું છે. એકબાજુ આજે ચકલી લુપ્ત પક્ષીઓમાં જવાની તૈયારી છે. ત્યાં બીજીતરફ સાંસદે તેમના ઘરમાં 100થી વધુ ચકલીઓના માળાને સુરક્ષિત રાખ્યાં છે. તેમના કલબલાટથી આખું ઘર નહીં આખોય વિસ્તાર જીવંત રહે છે. દિલ્હીમાં રહેતા ભાજપના સાંસદ વૃજલાલે જણાવ્યુ હતુ કે, ગોમતીનગર વિસ્તારમાં વર્ષ 2010માં આ ઘરનો પાયો નાંખવામાં આવ્યો હતો. વર્ષ 2011માં પહેલીવાર આ ઘરમાં ચકલીઓની જોડી આવી હતી. તે જોઈને તેમણે તાત્કાલિક માટીના ગલ્લાને માળાની જેમ બનાવી લટકાવ્યો હતો અને તેની આસપાસ પાણી, ચોખા અને બાજરાની વ્યવસ્થા કરી હતી. અહીંથી આ સફર શરૂ થાય છે.

જોતજોતામાં આજે અહીંયા 100થી વધુ ચકલી રહે છે. ઘરમાં ડાળખીના માળામાં ચકલીઓ રહે છે. તેઓ જણાવે છે કે, નાનપણમાં તેમનું ઘર સિદ્ધાર્થનગરના એક નાનકડા ગામમાં હતું. ત્યારે તેમની માતા વરસાદ હોય કે કોઈપણ સિઝન હોય તો કહેતી હતી કે, ચકલી માટે દાણા-પાણીની વ્યવસ્થા કરી નાંખો જેથી ચકલીઓ ભૂખી ન રહે. ત્યારથી આ સંસ્કાર તેમનામાં આવ્યા છે અને આજે પણ તેઓ સતત તેને જાળવી રાખે છે. ભાજપના સાંસદના આ પ્રયત્ન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ્યો છે અને તેમણે ટ્વીટ કરી લોકોને આવા પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપી હતી. ભાજપ સાંસદનું આ આખુંય ઘર હરિયાળીથી ઘેરાયેલું છે. ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ તમને રંગબેરંગી માળાઓ દેખાશે. તેમાં ચકલીઓ અવરજવર કરતી જોવા મળશે. તેના પર બેસેલી જોવા મળશે. દાણા-પાણી લેતા જોવા મળશે. તેટલું જ નહીં, અહીં ચકલીઓએ નારિયેળની છાલથી પણ માળા બનાવ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતમાં નવા વેરિયન્ટ XBB 1.16ના રૂપમાં કોરોનાની ફરીથી વાપસી, અત્યાર સુધીમાં 754 કેસ
Next articleનોબેલ સમિતિના ઉપનેતાનું નિવેદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંતિ નોબેલ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર