Home ગુજરાત ભાજપના રાજમાં વિદ્યાર્થીઓ હડતાળ કરવા મજબૂર બન્યા

ભાજપના રાજમાં વિદ્યાર્થીઓ હડતાળ કરવા મજબૂર બન્યા

763
0

(જી.એન.એસ,કાર્તિક જાની),તા.૧૮
ગાંધીનગર માં આવેલ આઈઆઈટીઈ યુનિવર્સીટી ના તમામ વિદ્યાર્થીઓ ફી વધારાને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ઘણા સમય થી અમે સરકાર માં રજુઆત કરી છે પણ અમારું કોઈ સાભળતું નથી જેથી આજે અમે લોકોએ કોલેજ તરફ થી જે ફી વધારો કરવામાં આવ્યો છે એને પાછા ખેંચવા માટે હડતાલ ઉપર ઉતર્યા છે. જ્યાં સુધી સરકાર અમારી માંગ ને નહિ સ્વીકારે ત્યાં સુધી અમારા રોજે રોજ નવા નવા કાર્યક્રમ રહશે.
આઈ આઈ ટી ઈ ના પ્રિન્સીપાલે જણાવ્યું કે આ સ્ટ્રેઈક ખોટી છે. એ વરસાદ માં વિદ્યાર્થીઓ ને એવું ન કરવું જોઈએ કારણ કે પછી આ લોકોને સાચવવાની જવાબદારી પણ અમારી આવે છે. અને અમે કોઈ ફી વધારી નથી. જેટલી ફી નક્કી કરેલ છે એટલીજ ફી અમે નિયમ મુજબ લઈએ છીએ. અને આ વિદ્યાર્થીઓ માં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે ક્યારે કોલેજ આવ્યા નથી, જેની હાજરી ઓછી છે, અને ચોરી માં પકડાયા છે એજ વિદ્યાર્થીઓ આજે ધરણા ઉપર ઉતર્યા છે. વિદ્યાર્થીઓની સમસ્યા નિરાકરણ કરતા બાદ કોલેજ ના પ્રિન્સીપાલ વિદ્યાર્થીઓ ના કમિયો ગણાવા મંડ્યા જેથી સાબિત થાય છે  કે વિદ્યાર્થીઓ ખોટા છે. પરંતુ આ આઈ આઈ ટી ઈ કોલેજ પેલાંથી જ વિવાદ માં ફસાયેલી છે અને અત્યારે પણ એ ફી ને લઈ વિવાદ માં છે. ભૂતકાળના વાઇસ ચાન્સેલર સશીરંજન યાદવ પણ આ કોલેજ ના વિદ્યાર્થીઓ જે અવસાસન સિવાય કાઈ બીજું આપી શક્યા નથી.
જ્યારે વિદ્યાર્તિઓ ને સવાલ કરવામાં આવ્યું કે અમે કોલેજે સરકાર સમક્ષ ફી  મુદ્દે રજુઆત કરી છે જ્યારે સરકાર અમને ગ્રાન્ટ આપશે ત્યારે અમે વિદ્યાર્થીઓ ની ફી પરત કરી દઈશુ. ત્યારે આઈ આઈ ટી ઈ ના વિદ્યાર્થી નિધિ વેકરિયા એ જણાવ્યું કે ફી પરત કરવાની વાત તો સશીરંજન યાદવ પણ કહેતા હતા પરંતુ આજ દિન સુધી કોલેજે અમારી ફી પરત કરી નથી એટલે આ કોલેજ વિદ્યાર્થીઓ ની સાથે ચેંડા કરી રહી છે. પણ જ્યાં સુધી અમારી રજુઆત સરકાર ન સાંભળે ત્યાં સુધી અમારી આ ધરણા ચાલુ રહેશે.
છેલ્લા ઘણા સમય થી ગુજરાત ના શિક્ષણ વિભાગ માં નાના મોટા આંદોલનો, ધરણા પ્રદર્શનો કરવામાં આવે છે ત્યારે પણ સરકાર પોતાની નિદ્રા માંથી જાગતી નથી. કન્યા કેળવણી ની ફી બાબતે પેલા પણ NSUI એ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ અરજી આપી રજુઆત કરી છતાં નિરાકરણ આવ્યું નથી. વારંવાર રજુઆત કરવા છતાં આજે વિદ્યાર્થીઓ ગાંધી ચીંડ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“ફેસ ઓફ નેશન” અખબારનું ડેકલેરેશન રદ કરવાનો SDMનો હુકમ હાઇકોર્ટે કર્યો રદ્દ
Next articleસાહેબ હેડલાઈટ ઉપર રેડીયમ પટ્ટી લગાવી આપુ? પૈસા આપવાના નથી, તમારી જીદંગી કિંમતી છે