Home દેશ - NATIONAL ભવ્ય રામ મંદિરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન,

ભવ્ય રામ મંદિરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન,

62
0

એક જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રાજ્ય ત્રિપુરામાં એક રેલીને સંબોધિત કરતા ગુરૂવારે જાહેરાત કરી કે આગામી વર્ષે એક જાન્યુઆરી સુધી અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. ચૂંટણી રાજ્ય ત્રિપુરામાં એક જાહેર સભાને સંબોધતા શાહે કહ્યું કે કોંગ્રેસ અને સીપીઆઈ (એમ)એ લાંબા સમયથી રામ મંદિરનો મુદ્દો કોર્ટના અધિકારક્ષેત્રમાં રાખ્યો હતો, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

અયોધ્યામાં રામ મંદિર

નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020માં અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. નવેમ્બર 2019ના સર્વોચ્ચ ન્યાયાલયના એક ચુકાદાથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હુમલો કરતા અમિત શાહને કહ્યુ, રાહુલ બાબા સબરૂમથી સાંભળો, એક જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે.

દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સબરૂમમાં શાહે ભાજપની રથયાત્રાને લીલીઝંડી દેખાડી હતી. આ પહેલા તેમણે ઉત્તર ત્રિપુરા જિલ્લાના ધર્મનગરમાં પણ રથ યાત્રાને રવાના કરી હતી. આ રથ યાત્રાનો ઉદ્દેશ્ય પ્રદેશમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે જનતાને જણાવવાનો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે.

તેમણે કહ્યું, કાશ્મીરના પુલવામામાં થયેલી દુર્ઘટનાના 10 દિવસની અંદર મોદીના નેતૃત્વમાં ભારતીય સૈનિક પાકિસ્તાનની અંદર ગયા અને સફળતાપૂર્વક અભિયાનને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના પુલવામાં જિલ્લામાં એક આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફ (કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ) ના ગ્રુપને નિશાન બનાવ્યું જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ભારતીય વાયુ સેનાએ ત્યારબાદ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં એક આતંકવાદી શિબિરને ટાર્ગેટ કરી નેસ્તનાબૂદ કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત સરકારે તૈયબાના સહયોગી સંગઠન TRF પર પ્રતિબંધ, તેના કમાન્ડરો આતંકવાદી જાહેર કર્યા
Next articleE-Challan ઓનલાઈન ચેક આ રીતે કરી શકાશે, દંડ પણ આ રીતે ઘરબેઠા ભરી શકશો