પક્ષનું નાક દબાવવા ભરતસિંહ ઉમેદવારી પરત નહીં ખેંચવાના મૂડમાં..?
કોંગ્રેસે બેમાંથી એક ઉમેદવારી પરત ખેંચવાનો નિર્ણય કર્યો- સોલંકીને આપ્યો આદેશ
અગાઉ ભરતસિંહ નરહરિ અમીનની સાથે જ ભાજપમાં જવા થનગની રહ્યાં હતા….?
કહેવાય છે કે તેમને અડધેથી સમજાવીને પાછા લાવવામાં આવ્યાં હતા…!
સંગઠનમાં મોટો હોદ્દો મેળવીને સોદાબાજી કરે તો નવાઇ નહીં…!
(જી.એન.એસ, પ્રવિણ ઘમંડે) તા.17
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બે બેઠકો જીતી શકે તેમ નથી એમ લાગતા કોંગ્રેસની નેતાગીરીએ બે ઉમેદવારો પૈકી ભરતસિંહ સોલંકીને ઉમેદવારી પાછી ખેંચવાનો આદેશ આપે તેમ જાણા મળે છે. જો કે સોલંકીએ નારાજગી દર્શાવતા સોલંકી અને બીજા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને હાઇકમાન્ડ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યાં હોવાનું પણ ચર્ચાતુ હતું. કાલે 18મીએ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, વિધાનસભાના સભ્યોની સંખ્યાના ગણિત પ્રમાણે કોંગ્રેસ બે બેઠકો જીતી શકે તેમ નથી. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસના સહયોયગી એનસીપીના એક માત્ર ધારાસભ્યે ભાજપને વોટ આપવાની જાહેરાત કરી છે. તેથી કોંગ્રેસે સોલંકીને ઉમેદવારી પરત ખેંચવાનું કહેતા તેઓ આડા ફાટ્યા હોવાનું કહેવાય છે. અને બન્નેને દિલ્હી બોલાવ્યાં હોવાનું કહેવાય છે.
દરમ્યાન, કોંગ્રેસના સૂત્રોએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ છોડીને રાજીનામુ આપનાર જે.વી. કાકડિયાના પત્નીએ કરેલો દાવો કે ભરતસિંહના કહેવાથી તેમના પતિએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. કાકડિયાની પત્નીએ એવો દાવો કર્યો કે તેમના પતિએ ભરતસિંહને ફોન કરીને પૂછ્યું હતું કે પક્ષમાંથી રાજીનામુ અપાય કે નહીં, તેના જવાબમાં ભરતસિંહે એવો જવાબ આપ્યો કે ઉગત.ા સૂર્યને પૂજાય. અને તેમના આ ઇશારાના પગલે તેમના પતિએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. આટલો ગંભીર આરોપ છતાં ભરતસિંહ તરફથી તેનો કોઇ ખુલાસો કરાયો નથી.
સૂત્રોએ કહ્યું કે વાસ્તવમાં કોંગ્રેસમાંથી નરહરિ અમીન ભાજપમાં ગયા ત્યારે કહેવાય છે કે ભરતસિંહ પણ તેમની સાથે તૈયાર થયા હતા. અને અડધે સુધી અમીનની સાથે ભાજપ કાર્યાલય-ખાનપુર જવા રવાના થયા. જો કે તેની જાણ અન્ય સિનિયર નેતાઓને થતાં તેમને અધવચ્ચેથી સંમજાવીને પાછા લાવવામાં આવ્યાં હતા. આમ ભાજપમાં જવાની તેમની ઇચ્છા તો રહેલી જ છે અને જો તેઓ બળવો ના કરે અને નેતાઓના સસમજાવવાથી ઉમેદવારી પરત ખેંચી લે તો પણ પાર્ટીમાં સંગઠનમાં કોઇ મોટો હોદ્દો આપવાની વાત મૂકે. કેમ કે તેઓ જાણે છે કે કોંગ્રેસને હાલમાં તેમના કરતાં ગોહિલની વધારે જરૂર છે. સૂત્રોએ કહ્યું કે જોવાનું એ રહે કે માધવસિંહ સોલંકી પરિવારના ભરતસિંહ પક્ષનું નાક કેટલી હદે દબાવીને રાજકિય લાભ મેળવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.