Home ગુજરાત કોંગ્રેસના ચોકીદારોની આલબેલ- જાગતે રહો…મેરે ભરોસે મત રહો……!

કોંગ્રેસના ચોકીદારોની આલબેલ- જાગતે રહો…મેરે ભરોસે મત રહો……!

242
0

(જીએનએસ. પ્રવિણ ઘમંડે) તા.16
અમે શું કરીએ…..અમારા ધારસભ્યો અમારા વશમાં નથી, અમરા કહ્યાંમાં નથી,ભાજપવાળા મંત્રીપદની લાલચ આપીને અમારા સભ્યોને લઇ ગયા…અમે શું કરીએ….અમે લોકશાહીને બચાવવા આંદોલન કરીશું….(સૂત્રોચ્ચાર)-લોકશાહી બચાવો….વી વોન્ટ જસ્ટીસ…..!
ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓનો આવો છે સાવ પાંગળો બચાવ અને જવાબ. જણનારીમાં જોર ના હોય તો દાયણ શું કરે….! સાવ નાના છોકરડા જેવા જવાબો મળે છે મિડિયાને કોંગ્રેસના નેતાઓ તરફથી. અમે શું કરીએ….? અમારાવાળાને મંત્રીપદની લાલચ આપવામાં આવી…. પણ સવાલ એ છે કે એવી ફસામણી લાલચમાં અમિત ચાવડા કેમ આવતા નથી….ભરતસિંહ કે શક્તિસિંહ ગોહિલ કેમ આવી જાળમાં ફસતા નથી અને બીજા કેમ ફસાઇ જાય છે…? કેમ કે નેતાગીરી સાવ નમાલી,માંયકાંગલી કંગાળ…ઉતરેલી કઢી જેવા મોઢા લઇને ફરનારા કેટલાક નેતાઓને જોઇને, આ સંઘ કાશીએ એટલે કે સત્તાની ખુરશી સુધી ક્યારેય પહોંચી શકે તેમ નથી એમ માનીને આ ધારાસભ્યોએ પોતાના ઘર ભરી લીધા હશે..!
વાસ્તવમાં 1986માં ગુજરાત કોંગ્રેસને માધવસિંહ સોલંકીએ રામ રામ કર્યા બાદ માઠી દશા બેઠી છે. જે હજુ ચાલુ છે. 2017માં કોંગ્રેસમાંથી 4 કે 5 નહીં પણ એક સાથે 14 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. અને 2017ની ચૂંટણી પછી પણ રાજીનામા આપવાનો સિલસિલો ચાલુ રહ્યો..કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, આશાબેન પટેલ, ધવલસિંહ ઝાલા, અલ્પેશ ઠાકોર….અને હવે સોમા ગાંડાભાઇ, કાકડિયા અને એવું બધુ….સિલસિલો ચાલુ છે અને નેતાઓ…?
અમે શું કરીએ……ભાજપવાળા લાલચો આપે છે….અરે, ભાઇ સામાવાળા તો લાલચો આપે પણ તમારા સભ્યો તમારા અંકૂશમાં કેમ રહેતા નથી…? તમે એવા તે કેવા નેતાઓ છો કે તમને ખબર ના પડે અને તમારા સભ્યો રાજીનામા આપીને નિકળી જાય અને પછી તમને ખબર પડે…? આવો જવાબ અને આવો બચાવ માત્રને માત્ર પલાયનવૃતિ સિવાય બીજુ કાંઇ જ નથી. નેતાગીરી સાવ નિષ્ફળ નિવડી છે. નેતાઓમાં જ પાણી નથી ત્યાં કોઇ પણ તમારા ઢોર ખોલીને લઇ જશે….!
ગુજરાત કોંગ્રેસે લોકશાહી બચાવવાની વાતો કરવાને બદલે મેરે સાથ હી ઐસા ક્યૂં હોતા હૈ….તેનું આત્મમંથન કરવું જોઇએ. પોતાના ધારાસભ્યો સાચવી ન શકતા હોય તો રાજીવગાંધી ભવનને તાળા મારી દેવા જોઇએ એમ જો કોંગ્રેસનો કોઇ નિષ્ઠાવાન કોંગ્રેસી કાર્યકર રોષ સાથે કહે તો એ તેનો અધિકાર છે. નેતાઓ દર વખતે જોતાં રહી જાય છે અને 2-5 સભ્યો સામીબાજુએ વંડી ઠેકીને જતાં રહે ત્યારે એમ પણ કહી શકાય: કોંગ્રેસના ચોકીદારોની આલબેલ- જાગતે રહો…મેરે ભરોસે મત રહો……?!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેટલા..? 60 કરોડ…..? ઓકે…સોદો ડન…..”મેરા કામ બનતા, ભાડ મેં જાયે જનતા”…!
Next articleભરતસિંહને દબાણ કરાશે તો, કોંગ્રેસ મુક્ત ગુજરાતની આશંકા…?