Home ગુજરાત ગાંધીનગર ભયંકર ગરમીમાં ગાંધીનગર જીલ્લા અને તેની આસપાસના ગામોમાં કોલેરાની બીમારીના કેસો સામે...

ભયંકર ગરમીમાં ગાંધીનગર જીલ્લા અને તેની આસપાસના ગામોમાં કોલેરાની બીમારીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં

18
0

(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બીમારીનો કહેર જોવા મળ્યો હતો. ગાંધીનગરમાં કોલેરાના કેસોમાં આચનકજ વધારો જોવા મળ્યો હતો. અગાઉ પાટનગરમાં ગત ડિસેમ્બરમાં કોલેરાના કેસ જોવા મળ્યા હતા. જેના બાદ ભયંકર ગરમીમાં ગાંધીનગર જીલ્લા અને તેની આસપાસના ગામોમાં કોલેરાની બીમારીના કેસો સામે આવતા તંત્ર  અને આરોગ્ય વિભાગ એલર્ટ થતા ગાંધીનગર, દહેગામ, કલોલ, ચિલોડા શિહોરી અને પેથાપુરમાં જાહેરનામું બહાર પાડ્યું. ગરમીમાં કોલેરાની બીમારીના કેસ લઈને પ્રાથમિક તારણ કઢાયુ છે કે પીવાના પાણીની લાઈનમાં ગટરના દુષિત પાણી ઘુસી જતા આ બીમારી ફેલાઈ છે.

કોલેરાએ લગભગ 5 મહિના બાદ ફરીથી ઉથલો મારતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલાંરૂપે જાહેરનામું બહાર પાડતા ગાંધીનગર, દહેગામ, કલોલ, ચિલોડા શિહોરી અને પેથાપુર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યા. ગાંધીનગર ઉપરાંત શિહોલી મોટી વિસ્તાર,કલોલના રામદેવપુરા, પેથાપુરના વણકરવાસમાં પણ મોટી સંખ્યામાં કોલેરાના કેસ જોવા મળ્યા. જણાવી દઈકે કોલેરા બીમારી પ્રદૂષિત પાણી અને પ્રદૂષિત ખોરાકથી થાય છે. કોલેરા પાણીને લગતો રોગ ભારતના અમુક પ્રદેશોમાં હંમેશા મળી આવતો રોગ છે. કોલેરા એક ઝડપથી ફેલાતો રોગ છે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. ખાસ કરીને જ્યાં વધુ પડતી ભીડ અને મેળવાડા હોય ત્યાં આ રોગનું ચેપ લાગવાનું જોખમ વધુ રહે છે. આથી આ રોગને ફેલાતો અટકાવવા સ્વચ્છતાની સાથે વધુને વધુ લોકો ભેગા ના થાય તેની પણ તકેદારી રાખવાની જરૂર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં થલતેજ પાસે સાંદીપની સોસાયટી નજીક નબીરાએ પૂર ઝડપે ફોરર્ચ્યુનર ગાડી હંકારી અકસ્માત સર્જ્યો, 1 સગીર ઘાયલ
Next articleકેલિફોર્નિયાનાં નેવાર્કમાં ગુજરાતીના જ્વેલરી શોરૂમમાં ઘુસી જઈ દુકાનમાં તોડફોડ કરીને લૂંટ કર્યા બાદ ફરાર