Home ગુજરાત ભદોરિયા પરિવાર સવાર-સાંજ એક હજાર લોકોની જમવાની વ્યવસ્થા કરે છે

ભદોરિયા પરિવાર સવાર-સાંજ એક હજાર લોકોની જમવાની વ્યવસ્થા કરે છે

406
0

(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા)તા.૧૩
એક તરફ આપણો દેશ કોરોના જેવા વાયરસથી ત્રસ્ત છે અને લોકોમાં મહામારીનો પણ ડર છે. ત્યારે આ કઠોર પરિસ્થિતિમાં ગરીબ, મધ્યમ વર્ગનું સહારો બની લોકોને બે ટાઈમ જમવાની વ્યવસ્થા ભદાવર(ભદોરીયા) પરિવાર તરફથી કરવામાં આવી રહી છે. શિક્ષણતીર્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નટરાજ હાઈસ્કૂલના સંચાલક સત્તવીર સિંહ ભદોરીયા છેલ્લા 20 દિવસથી ગરીબ ઝૂંપડપટ્ટીઓમાં જઈ લોકોને જમવાની વેવસ્થા કરી જન સેવાનું કાર્ય કરી રહ્યા છે એટલું જ નહિ તેમની સાથે તેમનો સંપૂર્ણ પરિવાર પણ આ સેવામાં સાથ સહકાર આપી રહ્યો છે.
નોવેલ કોરોના વાયરસથી આજે ગરીબ માધ્યમ વર્ગની હાલત કફોડી બની ગઈ છે. રોજ કમાનાર અને રોજ ખાનારા લોકો આજે મજબૂર અને બેબસ થઈ ગયા છે. ત્યારે અન્ય ખાનગી સંસ્થાઓએ લોકોના મસીહા બની સમાજમાં ઉત્તમ ઉદાહારણ પૂરું પાડ્યું છે.ત્યારે આ ઉદાહરણને બિરદાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમારે મુલાકાત લીધી હતી. સત્યવીર સિંહ ભદોરીયા જણાવ્યું કે આજે દેશમાં એક એવી વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે જેમાં લોકોને બે ટાઈમ ખાવાના ફાંફા પડી ગયા છે ત્યારે આજે અમે રામ ભરોસે જનસેવાનું કાર્ય કરી લોકો સુધી બે ટાઇમનું ભોજન લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અમે દરરોજ સાંજ-સવાર એક હજાર લોકો માટે જમવાની વ્યવસ્થા ઓઢવ ખાતે આવેલ નટરાજ હાઈસ્કૂલમાં કરવામાં આવી રહી છે. શાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ તો સૌથી મોટું દાન છે અન્ન દાન જે લોકો અન્ન દાન કરે છે એના ઘરે કોઈ દિવસમાં દેવી અન્નપૂર્ણા અન્નની અછત થવા દેતી નથી.
ઉત્તરપ્રદેશમાં આવેલ ભદાવાર જિલ્લા એટલે કે આગરા જિલ્લામાં ભદોરીયાઓનું વર્ચસ્વ છે. ભદોરીયા સમાજ પહેલાથી જ લોકોની સેવામાં હમેશા વ્હારે આવ્યું છે. અને આજની આ પરિસ્થિતિમાં પણ ભદોરીયા પરિવાર એક અલગ જન સેવાની ભૂમિકા ભજવી રહ્યો છે અને આગળ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં ભદોરીયા સમાજ પોતાની મદદ લોકો સુધી પહોંચાડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપના સાંસદે કોરોના સામે લડાઇ લડતા મિડિયાકર્મીઓની કરી ચિંતા..
Next articleકોરોનાગ્રસ્ત કોંગી ધારાસભ્યની અક્ષમ્ય ભૂલે રૂપાણી સરકાર પર કોરોનાનું સંક્ટ, પત્રકારો પણ ઝપેટમાં…..