Home ગુજરાત કચ્છ ભચાઉના વાગડ વેલ્ફેર સર્વિસ રોડ પર માલવાહક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા ભાગદોડ...

ભચાઉના વાગડ વેલ્ફેર સર્વિસ રોડ પર માલવાહક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી

35
0

તાલુકા મથક ભચાઉમા સવારે એક માલવાહક ટ્રકમાં આગની ઘટના બની હતી. જેના કારણે લોકોની સતત અવરજવર ધરાવતા વાગડ વેલ્ફેર હોસ્પિટલ વાળા સર્વિસ રોડ પર ભાગદોડ મચી જવા પામી હતી. ભચાઉ દુધઈ અને ભૂજ તરફ જવા માટે વાહનો અહીંથી પસાર થાય છે. ત્યારે મહાકાય ટ્રકમાં આગ લાગતા અન્ય વાહનો ઉભા રહી ગયા હતા. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા સુધારાઈનું નવું ફાયર ફાઇટર આગને કાબુમાં લેવા તુરંત પહોંચ્યું આવ્યું હતું.

પરંતુ અકસ્માતે તે સળગતી ટ્રકની બાજુમાં આવીને બંધ પડી જતા ઉપસ્થિત લોકોમાં ભય ફેલાયો હતો અને માર્ગ બંધ થઈ જવાથી બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. અંતે અન્ય પાણીના ટેન્કર દ્વારા ટ્રકની સળગતી કેબિન પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા લોકોએ રાહત અનુભવી હતી. સવારે દુધઈ તરફ જવા માટે આવતી ટ્રક વાગડ વેલ્ફેર હોસ્પિટલ સામેના સર્વિસ રોડ પર પહોંચતા તેની ચાલક કેબિનમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ઊઠી હતી.

આગની જાણ થતાંજ ટ્રક ચાલક નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો. જોકે ફાયર વિભાગ આવે તે પહેલાં આગ ટ્રકની કેબિનમાં ફેલાઈ ગઈ હતી અને સળગી ઉઠી હતી. જેના કારણે ટ્રકમાં ભારે નુકશાન પહોંચ્યું હતું. બનાવના પગલે આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી. અલબત્ત ટ્રકમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે સુધારાઈના એકલવીર કર્મચારી પ્રવીણ દાફડા તુરંત રાજ્ય સરકાર દ્વારા નવા મળેલા ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા,

પરંતુ નવું ફાયર વાહન ઉભું રખાયા બાદ અકસ્માતે ખોટવાઈ ગયું હતું. જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે હાજર લોકોએ વાહનને ધક્કા મારી દૂર ખસેડી લેતા ટ્રાફિક પૂર્વવત થયો હતો. ત્યારે ગંભીર ઘટના સમયે વાહન બંધ પડી જતા કર્મચારી અને લોકોની સલામતી માટે જવાબદાર અધિકારી વિરુદ્ધ લોકોમાં સવાલ ઉભા થયા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડીઆરઆઇએ મુંદ્રા પોર્ટ પર દુબઈથી આવેલી 17 કરોડની સિગારેટ પકડી
Next articleકેબિનેટ મંત્રી અર્જુનસિંહે 1.50 કરોડના ખર્ચે મહેમદાવાદના 2 ગામોમાં રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું