(જી.એન.એસ), તા.૪
ભગવાન કૃષ્ણ પર કોમેન્ટ કરીને વિવાદમાં ફસાયેલા પ્રશાંત ભૂષણે આખરે માફી માંગવી પડી છે. તેમણે પોતાની વિવાદાસ્પદ ટ્વિટ પણ હટાવી લીધી છે. આજે સવારે એક ટ્વિટમાં તેમણે જણાવ્યું કે “મને અહેસાસ થયો છે કે રોમિયો સ્કવોર્ડ અને કૃષ્ણ પર મારી ટ્વિટને ખોટી રીતે રજુ કરાઈ આથી અજાણતા અનેક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી. હું માફી માંગુ છું અને તેને હટાવી રહ્યો છું.” કૃષ્ણ પરની ટ્વિટના કારણે પ્રશાંત ભૂષણનો ચારેબાજુ ખુબ વિરોધ થઈ રહ્યો હતો.
ભગવાન કૃષ્ણ પર ટ્વિટ કર્યા બાદથી પ્રશાંત ભૂષણનો ચારેબાજુ ખુબ વિરોધ થઈ રહ્યો હતો. કેસ પણ નોંધાયા. સોમવારે નવી દિલ્હીના સેક્ટર 14માં તેમના ઘર બહાર કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને તેમની નેમ પ્લેટ પર કાળો રંગ ચોપડ્યો હતો. દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિન્દર પાલ બગ્ગાએ તેમના વિરુદ્ધ તિલકમાર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ બાજુ યુપી કોંગ્રેસના પ્રવક્તા જીશાન હૈદરે લખનઉમાં ફરિયાદ નોંધાવી હતી. એસએસપી મંજિલ સૈનીએ જણાવ્યું કે ભૂષણ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના અને અલગ અલગ જૂથ વચ્ચે ડિસફેક્શનને વધારવા બદલ આઈપીસીની કલમો મુજબ કેસ નોંધાયો છે.
કોંગ્રેસના પ્રવક્તા હૈદરે કહ્યું કે તેમણે ભગવાન કૃષ્ણ પર ભદ્દી કોમેન્ટ બદલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. હિન્દુ કે મુસલમાનનો સવાલ નથી. ભૂષણની ટ્વિટથી કરોડો લોકોની લાગણીઓ દુભાઈ છે. અત્રે જણાવવાનું કે રવિવારે પ્રશાંત ભૂષણે યોગી આદિત્યનાથની એન્ટી રોમિયો સ્ક્વોર્ડ પર એક ટ્વિટ કરી હતી. જેમાં લખ્યું હતું કે રોમિયોએ તો માત્ર એક યુવતીને પ્રેમ કર્યો પરંતુ કૃષ્ણ તો લેજન્ડરી ઈવ ટીઝર એટલે કે છેડતી કરનારા હતાં. શું આદિત્યનાથમાં એટલી હિંમત છે કે તેઓ પોતાની એન્ટી રોમિયો સ્ક્વોર્ડનું નામ એન્ટી કૃષ્ણ સ્ક્વોર્ડ રાખે?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.