Home વ્યાપાર જગત - BUSINESS બ્લ્યૂ જેટ હેલ્થકૅર લિમિટેડનો આવી રહ્યો છે IPO

બ્લ્યૂ જેટ હેલ્થકૅર લિમિટેડનો આવી રહ્યો છે IPO

20
0

(GNS),20

ઈનોવેટર ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમજ મલ્ટી-નેશનલ જેનેરિક ફાર્માસ્યુટિકલ કંપનીઓને લક્ષ્યાંકિત કરતી સ્પેશિયાલિટી અને હેલ્થકૅર ઈનગ્રેડિએન્ટ અને ઇન્ટરમિડિએટ કંપની બ્લ્યૂ જેટ હેલ્થકૅર લિમિટેડ (Blue Jet Healthcare Limited) ઑફર કરે છે નિશ પ્રોડક્ટસ, જે તેની આ સૌપ્રથમ પ્રારંભિક પબ્લીક ઑફરમાં પ્રતિ ઈક્વિટી Rs 329થી Rs 346 સુધીની પ્રાઈસ બેન્ડ સેટ કરે છે. કંપનીની સદસ્યતા મેળવવા માટે આ ઈનિશિયલ પબ્લીક ઑફરીંગ 25 ઓક્ટોબર 2023ના રોજ બુધવારે ખૂલશે અને 27 ઓક્ટોબર 2023ના રોજ શુક્રવારે બંધ થશે. રોકાણકારો વધુમાં વધુ 43 ઈક્વિટી શેરો માટે અને ત્યારબાદ 43 ઈક્વિટી શેરોના ગુણાંકમાં બિડ કરી શકશે..

વર્ષ 1968માં સ્વ. બી. એલ. અરોરા દ્વારા જેટ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ તરીકે શરૂ કરવામાં આવી હતી. આ કંપનીને બાદમાં તેના એક્ઝિક્યુટિવ ચેરમેન અક્ષય બંસીલાલ અરોરા દ્વારા બ્લ્યૂ જેટ હેલ્થકૅર તરીકે પ્રમોટ કરવામાં આવી. હાલમાં કંપની “બ્લ્યૂ જેટ” બ્રાન્ડ નામ હેઠળ ઓપરેટ થાય છે અને મીડિયા ઈન્ટરમિડિએટ્સ અને હાઈ-ઈન્ટેન્સિટી સ્વીટનર્સ સામે સેક્રિન સહિત તેના સૉલ્ટ્સ તેમજ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગ્રેડિએન્ટમાં તેની કુશળતા અને ઉત્પાદન ક્ષમતા વધારે છે. કંપનીનું બિઝનેસ મોડેલ સહયોગ, વિકાસ અને સંકુલ રાસાયણિક શ્રેણીના ઉત્પાદન પર વધુ ભાર આપે છે. છેલ્લા 5 દાયકા કરતા વધુના સમયગાળા દરમિયાન તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 40 કોમર્શિયલાઈઝ્ડ પ્રોડક્ટ્સ સહિત 100 કરતા વધારે પ્રોડક્ટ્સ ડેવલપ કર્યા છે..

છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ લગભગ 39 દેશના 400 કરતા વધુ ગ્રાહકોની વ્યવસાયિક જરૂરિયાતો પુરી પાડી છે, જેમાં ઓરલ કૅર અને નોન-આલ્કોહોલિક બિવરેજ સ્પેસમાં કેટલીક નામી કંપનીઓમાં કોલગેટ પામોલિવ (ઈન્ડિયા) લિ., યુનિલીવર તેમજ Prinova US LLC અને MMAG કંપની લિ., ફાર્માસ્યુટિકલ ઈન્ટરમિડિએટ્સ અને API અને CDMO ક્ષેત્રમાં Hovione Farmaciência, Olon S.p.A., Esperion Therapeutics Inc., and Bial– Portela & CA, S.A, તેમજ કોન્ટ્રાસ્ટ મીડિયા ક્ષેત્રમાં GE Healthcare AS, Guerbet Group, Bracco Imaging S.p.A, અને Bayer AGનો સમાવેશ થાય છે..

30 મી જૂન 2023ની સ્થિતિએ કંપની તેના ત્રણ ઉત્પાદન કેન્દ્રો મહારાષ્ટ્ર રાજ્યના શહાદા, અંબરનાથ અને મહાડમાં અનુક્રમે 200.60 KL, 607.30 KL, and 213.00 KL સ્થાપિત ક્ષમતા સાથે ઓપરેટ કરે છે. વર્ષ 2021માં ક્ષમતા વિસ્તરણના ભાગ રૂપે કંપનીએ અંબરનાથમાં ભાડા પટ્ટાથી “ગ્રીનફિલ્ડ” ઔદ્યોગિક સુવિધા પ્રાપ્ત કરી છે. તેનું કુલ વાર્ષિક ઉત્પાદન લગભગ 1,513.6 KL સુધી પહોંચવાની અપેક્ષા રાખવામાં આવે છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, આઈસીઆઈસીઆઈ, સિક્યોરિટીઝ લિમિટેડ અને જે.પી. મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ બૂક રનિંગ લીડ મેનેજર્સ છે અને લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ ઑફરના રજિસ્ટ્રાર છે. ઈક્વિટી શેરો બી.એસ.ઈ. અને એન.એસ.ઈ.માં લિસ્ટેડ કરવા માટે પ્રસ્તાવિત છે..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં G-20ની બેઠકોના સફળ આયોજનનો યશ ‘ટીમ ગુજરાત’ ને આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ
Next articleપિરામલ એન્ટરપ્રાઇઝે 9.34 ટકા સુધીની NCD ઇશ્યૂ ઓફર શરૂ