Home દુનિયા - WORLD બ્રિટનમાં એક વ્યક્તિએ કચરામાં કરોડોના બિટકોઈનવાળી હાર્ડડ્રાઈવ ફેંકી દીધી

બ્રિટનમાં એક વ્યક્તિએ કચરામાં કરોડોના બિટકોઈનવાળી હાર્ડડ્રાઈવ ફેંકી દીધી

43
0

(જી.એન.એસ),તા.૦૮
બ્રિટન
સામાન્ય રીતે લોકો કચરાના ઢગલાથી દૂર ભાગતા હોય છે. ત્યાંથી પસાર થવાનું પણ ટાળતા હોય છે. પરંતુ એક ઈન્જિનિયર છે કે જે કચરાના ઢગલાને ફોંફોળવા ફાંફા મારે છે.ત્યારે આવો જાણીએ કે એવું તે શું છે કચરાના ઢગલા નીચે કે ઈન્જિયરને તેમાં રસ પડી રહ્યો છે. આઈટી ઈન્જિનિયર જેમ્સ હોવેલ્સ ૧૦ વર્ષ બાદ કરોડો રૂપિયાના ૮ હજાર બિટકોઈન શોધવામાં લાગ્યો છે. આ બિટકોઈન એક હાર્ડડ્રાઈવમાં રાખવામાં આવ્યા હતા. જેને જેમ્સે કચરાના ઢગલામાં ફેંકી દિધી હતી. જેમ્સને ૧૦ વર્ષ બાદ પોતાની ભૂલનું ભાન થયું છે. હાલ એક બિટકોઈનની કિંમત ૧૮ લાખની આસપાસ થાય છે. જેની ખબર પડતા જેમ્સ હાર્ડડ્રાઈવને કચરાના ઢગલામાંથી શોધવામાં લાગી ગયો છે. હાર્ડડ્રાઈવમાં રહેલા ૮ હજાર બિટકોઈનની હાલની તારીખમાં કિંમત ૩૩ કરોડ રૂપિયાની આસપાસ થાય છે. જેમ્સે પોતાની હાર્ડડિસ્ક ભૂલથી વર્ષ ૨૦૧૩માં લેન્ડફિલમાં ફેંકી હતી. જેમ્સને વિશ્વાસ છે કે આ હાર્ડડિસ્ક હજુ પણ ત્યાં જ છે. એટલા માટે તેણે અનેક વખત અહીં ખોદકામ કરવાની રજૂઆત કરી છે. પરંતુ ન્યુપોર્ટ કાઉન્સિલે જેમ્સની રજૂઆતને અનેક વખત નકારી દિધી છે. કાઉન્સિલનું કહેવું છે આવું કરવાથી પર્યાવરણને નુકસાન પહોંચશે. જેમ્સ ખુદ માને છે કે લેન્ડફિલમાં ખોદકામ કરવું મુશ્કેલ કાર્ય છે. જેના માટે તેણે ફન્ડિંગ અને એક્સપર્ટની વ્યવસ્થા પણ કરી લીધી છે. એટલું જ નહીં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના નિષ્ણાંતો સાથે સંપર્ક પણ કર્યો છે. સાથે સાથે પર્યાવરણનું કામ કરતી એક ટીમની નિયુક્તિ પણ કરી છે.જેમ્સનો દાવો છે આટલા બધા લોકો એક સાથે શોધશે તો હાર્ડડિસ્ક મળી જશે.જાે મળી જાય તો જેમ્સ આ જગ્યાને ક્રિપ્ટોહબ બનાવવા માગે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતાઈવાન મુદ્દે અચાનક નરમ કેમ પડ્યું ચીન?
Next articleતાઈવાન સંકટ વચ્ચે ભારતીય શિપયાર્ડ પર અમેરિકાનું યુદ્ધ જહાજ પહોંચ્યું