Home દેશ - NATIONAL બ્રહ્માકુમારી આશ્રમ જગનેરમાં રહેતી બે બહેનોએ પંખે લટકીને આત્મહત્યા કરી

બ્રહ્માકુમારી આશ્રમ જગનેરમાં રહેતી બે બહેનોએ પંખે લટકીને આત્મહત્યા કરી

16
0

આગ્રાના બ્રહ્માકુમારી આશ્રમમાં ઘટેલી ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો

સ્યૂસાઈડ નોટમાં લખ્યું, અપરાધીઓને આસારામ બાપુની જેમ જ આજીવન કેદની સજા આપજો

(GNS),11

આગ્રાના બ્રહ્માકુમારી આશ્રમમાં ઘટેલી ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. બ્રહ્માકુમારી આશ્રમ જગનેરમાં રહેતી એક્તા અને શિખા નામની બે બહેનોએ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા લખેલી સ્યૂસાઈડ નોટમાં આશ્રમ સંલગ્ન 3 લોકો અને એક મહિલાની કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. સ્યૂસાઈડ નોટમાં આશ્રમના ચાર કર્મીઓ પર રૂપિયા પચાવી પાડવાથી લઈને અન્ય અનૈતિક ગતિવિધિઓ દ્વારા હેરાનગતિનો આરોપ લગાવવામાં આવ્યો છે. મૃતક બહેનોની સ્યૂસાઈડ નોટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરતા લખેલું છે કે અપરાધીઓને આસારામ બાપુની જેમ જ આજીવન કેદની સજા આપજો. આ મામલાને લઈને સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે.

સ્યૂસાઈડ નોટના તથ્યોને આધાર માનીને પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જે લોકોના નામ સ્યૂસાઈડ નોટમાં લખેલા મળ્યા છે તેમની પોલીસ પૂછપરછ કરશે. બ્રહ્માકુમારી આશ્રમ જગનેરમાં રહેતી બે બહેનોએ આત્મહત્યા કરતા પહેલા ચાર પાનાની સ્યૂસાઈડ નોટ લખી હતી. શિખાએ એક પેજ પર પોતાની વ્યથા લખી નાખી જ્યારે એક્તાનું દર્દ બે પેજમાં છલક્યું. શિખાએ પોતાની સ્યૂસાઈડ નોટમાં જણાવ્યું કે બે બહેનો છેલ્લા એક વર્ષથી પરેશાન હતી. સ્યૂસાઈડ નોટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેમના મોટ માટે નીરજ સિંઘલ, ઘૌલપુરના તારાચંદ, નીરજના પિતા અને ગ્વાલિયર આશ્રમમાં રહેતી એક મહિલા જવાબદાર છે. શિખાએ પોતાની સ્યૂસાઈડ નોટમાં તમામ ફરિયાદોનો ઉલ્લેખ કરતા મોત માટે જવાબદારો પર કાર્યવાહીની માંગણી કરી છે.

એક્તાએ પોતાની સ્યૂસાઈડ નોટમાં સમગ્ર મામલાને દૂધનું દૂધ અને પાણીનું પાણી એ રીતે સાફ કરી દીધો છે. એક્તાએ લખ્યું કે નીરજે તેમની સાથે સેન્ટરમાં રહેવાનું આશ્વાસન આપ્યું હતું. સેન્ટર બન્યા બાદ તેણે વાત કરવાનું બંધ કરી દીધુ. એક વર્ષ અમે બહેનો રડતી રહી. પરંતુ તેણે વાત ન સાંભળી. તેમની સાથે પિતા, ગ્વાલિયર આશ્રમમાં રહેનારી મહિલા અને તારાચંદે આપ્યો. 15 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પણ ગ્વાલિયરવાળી મહિલા સાથે સંબંધ બનાવતો રહ્યો. આ ચારેય લોકોએ અમારી સાથે ગદ્દારી કરી છે. સ્યૂસાઈડ નોટમાં એમ પણ લખ્યું છે કે તેમના પિતાએ સાત લાખ રૂપિયા પ્લોટ માટે આપ્યા હતા. તે તેમણે આશ્રમ સાથે જોડાયેલા વ્યક્તિને આપ્યા છે. તેની સાથે જ 18 લાખ રૂપિયા ગરીબ માતાઓના તે વ્યક્તિએ હડપી લીધા. સેન્ટરના નામ પર 25 લાખ રૂપિયા હડપી લીધા. ત્યારબાદ આ લોકો સેન્ટર બનાવવાની અફવાઓ ફેલાવે છે. ધન હડપવા અને મહિલાઓ સાથે અનૈતિક કાર્ય કરનારા લોકો દબંગાઈ દેખાડે છે અને પોતાની પહોંચનો ભય દેખાડીને કહે છે કે કોઈ તેમનું કશું બગાડી શકશે નહીં.

એક્તાએ સ્યૂસાઈડ નોટમાં સીએમ યોગીને અપીલ કરી છે કે આ લોકોને આસારામ બાપુની જેમ આજીવન કેદની સજા થવી જોઈએ. આ લોકોએ અમારી સાથે તો ખોટું નથી કર્યું પરંતુ અનેક સાથે કર્યું છે. જે કોઈની પાસેથી પૈસા લાવે છે તેમના પર કેસ કરી દે છે. સ્યૂસાઈડ નોટમાં એક્તાએ એ પણ લખ્યું કે આ લેટર મુન્ની બહેનજી અને મૃત્યુંજયભાઈ પાસે પહોંચી જાય. પોલીસને આશ્રમથી સ્યૂસાઈડ નોટ મળી ગઈ છે. આ સ્યૂસાઈડ નોટમાં લગાવવામાં આવેલા તમામ આરોપોની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યાં મુજબ એક્તા અને શિખાએ 8 વર્ષ પહેલા બ્રહ્માકુમારીની દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ તેમના પરિવારે જગનેરમાં બ્રહ્માકુમારી કેન્દ્ર બનાવડાવ્યું હતું. જેમાં બંને બહેનો રહેતી હતી. મૃતક બહેનોમાંથી શિખા (32)એ એક પેજની સ્યૂસાઈડ નોટ લખી છે જ્યારે એક્તા (38) એ 2 પેજની લખી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિવાળીના તહેવારોના કારણે પાંચ દિવસ માટે સાંજે 7.30 વાગ્યે પાવાગઢ મંદિર બંધ થશે
Next articleમુખ્યમંત્રી શ્રી વિક્રમ સંવત ૨૦૮૦ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે…