Home દુનિયા - WORLD બ્રસેલ્સ ટ્રેન સ્ટેશન પર જેહાદીઓએ ‘અલ્લાહુ અકબર’ની બૂમો પાડીને મુસાફરોને માર માર્યા

બ્રસેલ્સ ટ્રેન સ્ટેશન પર જેહાદીઓએ ‘અલ્લાહુ અકબર’ની બૂમો પાડીને મુસાફરોને માર માર્યા

43
0

બ્રસેલ્સ ટ્રેન સ્ટેશન પરના એક વીડિયોએ હાલ સોશિયલ મીડિયામાં હડકંપ મચાવી છે. જેમાં સ્ટેશન પર અચાનક અલ્લાહુ અકબરની બુમો સંભળાવવા લાગી. અને એકાએક સ્ટેશન પર હાજર શખ્સ બેગમાંથી હથિયારો લઈને લોકો પર અંધાધૂધ હુમલો કરવા લાગ્યો. આ શખ્સે બેગમાંથી મોટું ધારદાર ચાકુ કાઢ્યુ અને લોકોને આડેધડ મારવા લાગ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. હુમલાખોરે અચાનક સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલાં મુસાફરો પર હુમલો કરી દીધો હતો. જીવ બચાવવા લોકો ત્યાંથી ભાગવા લાગ્યાં હતાં. અહેવાલો અનુસાર, ફ્રેન્ચ પોલીસ દળના એક ઑફ ડ્યુટી કર્મચારીએ હુમલાખોરને દબાવી દીધો. હુમલામાં ઘાયલ વ્યક્તિની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હુમલાખોર પીડિતાના ચહેરા અને હાથ પર ચાકુ મારતા પહેલા સ્ટેશન પર જોરથી ‘અલ્લાહ હુ અકબર’ ના નારા લગાવી રહ્યો હતો.

દરમિયાન, ફ્રાન્સના એક પોલીસ અધિકારી, જે કદાચ કોઈ કામથી બ્રસેલ્સ આવ્યા હતા, તેણે હુમલાખોરને જમીન પર પછાડી દીધો. ફ્રેન્ચ પોલીસ અધિકારીએ પોતાની ઓળખ જાહેર ન કરવા વિનંતી કરી હતી. હુમલાના વાયરલ વીડિયોમાં હુમલાખોર સ્પષ્ટપણે છરી ચલાવતો જોવા મળ્યો હતો. વીડિયો જોઈને એવું પણ લાગી રહ્યું હતું કે આસપાસના લોકોને તરત કંઈ સમજાયું નહીં, કારણ કે હુમલા સમયે કોઈ હિલચાલ નહોતી. જો કે, જેવી બાબતો સ્પષ્ટ થઈ કે તરત જ લોકો ગભરાઈ ગયા. ફ્રાન્સના વ્યક્તિએ કહ્યું કે જ્યારે તેણે જોયું કે પીડિતને પણ ગળામાં છરો મારવામાં આવ્યો હતો ત્યારે તેને ભયનો અહેસાસ થયો હતો. હુમલાખોરે નાસભાગ શરૂ કરી દીધી, ફ્રેન્ચ નાગરિકે બે સુરક્ષા કર્મચારીઓની મદદથી હુમલાખોરને કાબૂમાં લીધો.

હુમલાખોરને બાદમાં પોલીસ અધિકારીઓએ પકડી લીધો હતો. તે જ સમયે, હુમલામાં ઘાયલ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છેકે, વિદેશની ધરતી પર અવારનવાર આતંકી હુમલાઓ થતાં રહે છે. જેમાં દરેક વખતે આરોપી તરીકે કોઈકને કોઈક જેહાદીનો જ ચહેરો સામે આવે છે. જેને કારણે મુસ્લિમ સમુદાય પર સવાલ ઉઠે છે. આ વખતે પણ કંઈક એવું જ બન્યું બેલ્જિયમ ખાતેના બ્રસેલ્સ ટ્રેન સ્ટેશન પર બનેલી એક ઘટનાએ હડકંપ મચાવી દીધો. અહીં ટ્રેનના સ્ટેશન પર મુસાફરો પોતાનો સામાન લઈને પોતાની ટ્રેનના આગવવાની રાહ જોઈ રહ્યાં હતાં. કોઈ પેપર વાંચી રહ્યું હતું, કોઈ પોતાનો મોબાઈલ ચેક કરી રહ્યું હતું. કોઈ મહિલા પોતાના બાળકને લઈને બેઠી હતી જ્યારે કોઈક યુવક ત્યાં મુકેલી સાઈકલને ચલાવીને કસરત કરી રહ્યો હતો. આમ બધુ શાંત હતુ ત્યાં અચાનક માહોલ ડહોળાઈ ગયો અને અફરાતફરી મચી ગઈ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!
Next articleપીએમ મોદીએ કર્ણાટકને 10 હજાર 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી