Home ગુજરાત બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓ માટે રાજ્ય સરકાર ખૂબ સહાનુભૂતિ ધરાવે છે: સામાજિક...

બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓ માટે રાજ્ય સરકાર ખૂબ સહાનુભૂતિ ધરાવે છે: સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

21
0

(જી.એન.એસ),તા.૧૯

ગીર સોમનાથ,

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે રાજ્ય સરકાર બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓ માટે ખૂબ સહાનુભૂતિ ધરાવે છે અને ચિંતિંત છે.રાજ્ય સરકારે બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં ૪૬૩૧૯ વ્યક્તિઓ ને રુ.૬૮.૯૬ કરોડની સહાય ચૂકવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આપવામા આવતી આર્થિક સહાય અંતર્ગત પ્રશ્નના ઉત્તર માં મંત્રી શ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૩માં આર્થિક સહાય યોજના હેઠળ ૪૬૮ અરજીઓ આવી હતી, જે તમામ અરજીઓ મંજૂર કરી ૩૦.૭૬ લાખ ની સહાય ચૂકવવામાં આવી છે.
આર્થિક સહાય સંદર્ભે મંત્રીશ્રી એ જણાવ્યું કે શરૂઆતમાં દિવ્યાંગતાનો માપદંડ જે ૮૦ ટકા હતો તે માપદંડને ૫૦ ટકા કરી સહાય ચુકવવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ એઈમ્સની માહિતી
Next articleસમરસ છાત્રાલયોમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨,૬૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો: સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર