Home મનોરંજન - Entertainment બોલીવુડ એકટર શાહરુખ ખાન ડંકી ફિલ્મને પ્રમોટ કરવા માટે દુબઈ પહોંચ્યો

બોલીવુડ એકટર શાહરુખ ખાન ડંકી ફિલ્મને પ્રમોટ કરવા માટે દુબઈ પહોંચ્યો

23
0

(જી.એન.એસ),તા.૧૮

શાહરુખ ખાન પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. તેમના ચાહકોની કોઈ કમી નથી તેના ચાહકો દેશ નહિ પરંતુ આખી દુનિયામાં છે. આવું અમે નહિ પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કહી રહી છે. કિંગ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ડંકીને લઈ છવાયેલ છે. પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે તે દુબઈ પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનના કેટલાક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ડંકીને પ્રમોટ કરવા શાહરુખ ખાન દુબઈ પહોંચ્યો છે..

વીડિયોમાં શાહરુખ ખાનના ડ્રેસિંગ સ્ટાઈલને તમે જોઈ શકો છો. સાથે તેનો સ્વભાવ પણ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આજ કારણ છે કે, તે લોકોના દિલ પર રાજ કરે છે. શાહરૂખ ખાને ‘ડિંકી’ના નવા ગીત ‘ઓહ માહી’ પર ડાન્સ કર્યો હતો. આ સાથે તેણે તેની સુપરહિટ ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘ઝુમે જો પઠાણ’ પર ડાન્સ કર્યો હતો. શાહરૂખ બ્લેક ટી-શર્ટ, બ્લેક કાર્ગો અને બ્લુ ડેનિમ જેકેટમાં ખૂબ જ હેન્ડસમ લાગે છે. જવાન અને પઠાણની બ્લોકબસ્ટર્સ બાદ હવે ચાહકો તેની ફિલ્મ ડંકીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વીડિયો જોયા બાદ એવું લાગે છે કે, કિંગ ખાનને જોવા માટે આખું દુબઈ પહોંચ્યું. ચાહકો ફોટો અને વીડિયો પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનસીપી પ્રમુખ શરદ પવારએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો
Next articleસામંથા રૂથ પ્રભુએ ફરી લગ્ન કરવા પર પ્રતિક્રિયા આપી, અભિનેત્રીના જવાબે હલચલ મચાવી