Home મનોરંજન - Entertainment બોલીવુડના વિલન અમરિષ પુરીનો જન્મદિવસ ગયો ત્યારે તેમની ફિલ્મો અંગે ચર્ચા

બોલીવુડના વિલન અમરિષ પુરીનો જન્મદિવસ ગયો ત્યારે તેમની ફિલ્મો અંગે ચર્ચા

63
0

(જી.એન.એસ),તા.૨૩
મુંબઈ
અમરિષ પુરીનો જન્મ આજની તારીખ એટલે કે ૨૨ જૂન ૧૯૩૨માં નવાનશહેર, પંજાબમાં થયો હતો… ૨ ભાઈ ચમન પુરી અને મદન પુરી બંને પહેલાંથી જ એક્ટર હતા… બોલીવૂડમાં કામ કરતા હતા… મદન પુરીતો નામચીન ખલનાયક હતા… તો પછી અમરિષ પુરીએ પણ વિચાર્યું ચાલો હું પણ મુંબઈ પોતાની કિસ્મત ચમકાવું… બંને ભાઈ તો ત્યાં પહેલાથી જ છે… જાેવાઈ જશે કોઈ કામ મળે તો… હિરો બનવા માગતા હતા અમરિષ પુરી… આવી ગયા મુંબઈ… સ્ક્રિન ટેસ્ટ આપ્યો… ફેલ થયા… અને તેમને કહેવામાં આવ્યું કે, ભાઈ તમારો ચહેરો એવો નથી કે તમને હિરો બનાવવામાં આવે. મુબંઈ જેવા મોંઘા શહેરમાં પહોંચ્યા બાદ હિરો બનવાનું સપનું તો રોડાઈ ગયું…. એટલે અમરિષ પુરીએ ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ શરૂ કર્યું…. વિચારો હમણા જેમ તમને ફોન આવે ઈન્સ્યોરન્સ એજન્ટસ્ના… તેવી જ રીતે પુરી સાહેબ પણ મુબંઈમાં ફરી ફરીને લોકોને ઈન્સ્યોરન્સ વેચતા હતા…. પણ પુરી સાહેબનો એક્ટિંગનો કિડો એવો કે તેમણે થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું…. આ વખતે તેમણે સત્યદેવ દૂબે…. જે રંગમંચના ખુબ મોટા કલાકાર હતા… તેમના તે આસિસ્ટન્ટ તરીકે કામ કરવા લગ્યા… અને પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં પણ તેમણે સત્યદેવ દૂબેને પોતાના ગુરુ ગણાવ્યા છે… તે સ્ટેજ પર કામ કરી રહ્યા હતા… પણ સિલ્વર સ્ક્રિનનો રસ્તો હજુ દૂર હતો… ૨૧ વર્ષ સુધી અમરિષ પુરીએ સરકારી નૌકરી કરી…. રંગમંચ પર પણ તેમણે પોતાની ધાક એવી જમાવી કે તેમને સંગિત નાટક એકેડમી એવોર્ડ મળ્યો… અને ધીમે-ધીમે તેમને ટેલીવિઝન એડ્સ મળવા લાગી.. અમરિષ પુરી અત્યારસુધી તો થિયેટરમાં જ એક્ટિંગ કરતા હતા…. તેમના એક નાટક દરમિયાન ડાયરેક્ટર સુનિલ દત્તની નજર તેમના પર પડી… અને તેમને ફિલ્મ રેશમા અને શેરા માટે સાઈન કરવામાં આવ્યા… આ અમરિષ પુરીની બોલીવૂડમાં ઓફિસિયલ એન્ટ્રી હતી… અમરિષ પુરી પોતાની એક્ટિંગ માટે જ નહીં પણ પોતાના ભારે ભરખમ અવાજ માટે પણ જાણીતા હતા… આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે અમરિષ પુરી પોતાના અવાજને ભારે રાખવા માટે ૩થી ૪ કલાક વોકલ પ્રેક્ટિસ કરતા હતા… એક હિરોની પણ હિરોગીરી ત્યારે જ સામે આવે જ્યારે તેની સામે મજબૂત વિલન હોય… જાે મોંગેબો આટલો તાકતવર ના હોત તો ક્ષણભરમાં ગાયબ થઈ જતા મિસ્ટર ઈન્ડિયા આટલો ફેમસ ના થયો હોત… મોગેંબો માટેનો પહેલો રોલ અનુપમ ખેરનો ઓફર થયો હતો… લૂક વાઈઝ તો અનુપમ ખેર ફિટ હતા… પણ તે ડર પેદા કરી ન શક્યા…. જે અમરિષ પુરી કરી શકતા હતા… જે મોગેંબો માટે જરૂરી હતો… અમરિષ પુરીએ જ્યારે આ રોલ માટે ઓડિશન આપ્યું ત્યારે તે સિલેક્ટ થયા હતા… હોલીવૂડના સ્ટાર ડાયરેક્ટકર સ્ટિવન સ્પિલબર્ગ જેમની સાથે કામ કરવા માટે એક્ટર્સ લાઈન લગાવે છે… તે સ્પિલબર્ગ લાઈનમાં હતા અમરિષ પુરી માટે…. સ્ટિવનએ અમરિષ પુરીને ઈન્ડિયાના જાેન્સ અને ટેમ્પલ ઓફ ડૂમમાં વિલનના કેરેક્ટર માટેની ઓફર કરી હતી… મોલા રામ… નામનું કેરેક્ટર હતું… સ્ટિવને અમરિષ પુરીને ઓડિશન માટે અમેરિકા બોલાવ્યા હતા… પણ અમરિષ પુરીએ કહ્યું હતું કે, તમારે મને સાઈન કરવો છે… ઈન્ડિયા આવીને ઓડિશન લઈ લો… તમે માનશો નહીં સ્ટિવન સ્પિલબર્ગ ઈન્ડિયા આવ્યા હતા… અને અમરિષ પુરીનું ઓડિશન લીધું હતું… અને તે ફિલ્મમાં તેમનો જે રોલ હતો… તે એવો હતો કે ડરને પણ તેમનાથી ડર લાગે.. ૧૯૭૧માં એક ફિલ્મ આવી હતી શોલે… અને તે ફિલ્મનો વિલન ગબ્બર સિંહ ખૂબ ફેમસ થયો હતો… તેના ૧૨ વર્ષ બાદ આવી મિસ્ટર ઈન્ડિયા… અને તે ફિલ્મના વિલન મોગેંબોએ વિલનની પરિભાષા જ બદલી નાખ હતી… તે સમયે ઘણીવાર તે હિરોની સામે જ ભારી પડી જતા… લાગતું કે હિરો કેવી રીતે આમનો સામનો કરશે… આ જ પુરી સાહેબનો કમાલ હતો કે હિરો પણ તેમની સામે ફિક્કા લાગતા… દિલવાલે દુલહનિયા લે જાયેંગે… આ મૂવી દરેક વ્યક્તિને યાદ હશે… જા સિમરન… જા જીલે અપની ઝિંદગી… જાે આ ડાયલોગ બોલનારા સિમરનના બાવુજી ના હોત તો રાજ અને સિમરનની સદાબહાર લવ સ્ટોરી છે… તેમાં આટલો ઈમપેક્ટ ના આવ્યો હોત… ઘાતકમાં કાશી એટલે કે સન્ની દેઓલના પિતા શંભૂનાથનો રોલ જાે તેમણે ના કર્યો હોત… તો ફિલ્મ આટલી ઘાતક ના લાગી હોત… તેમના શંભુનાથના લાચાર પિતાના રોલને જાેઈને તમને લાગશે જ નહીં કે આ બોલીવૂડના ખૂંખાર વિલન છે… અમરિષ પુરીએ વિલનનો રોલ કર્યો તો પણ તે જાેરદાર હતો… અને કેરેક્ટર રોલ પ્લે કર્યો તો તેની વાત જ કઈ અલગ હતી. વિઓઃ અમરિષ પુરી સૌથી મોંઘા વિલન હતા… તે એક ફિલ્મના એક કરોડ રૂપિયા સુધી ચાર્જ કરતા હતા… એક વખત તેમણે રમેશ સિપ્પીની એક ફિલ્મ સાઈન કરી હતી… જે ફિલ્મ અટકી પડી હતી… અને તે ફિલ્મ ૨-૩ વર્ષ બાદ શરૂ થઈ હતી… તે સમયે પુરી સાહેબે રમેશ સિપ્પીને કહ્યું હતું કે, મારી ફિ તો વધી ગઈ છે… તો હવે એ પ્રમાણે પેમેન્ટ આપજાે… સિપ્પીએ ના પાડી અને પછી શું અમરિષ પુરીએ ફિલ્મ છોડી દિધી. પુરી સાહેબ ભલે બહુ મોટા ખલનાયક હતા… પણ તેઓ સિદ્ધાંતોના પાક્કા હતા… ના તો સિગરેટ પીતા… ના દારૂ પીતા… એકદમ સાદુ જીવન જીવતા હતા… ૧૨ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ બ્રેન હેમરેજના કારણે તેમનું નિધન થયું અને બોલીવૂડે ગુમાવ્યો એવો સિતારો જેની કમી કોઈ પુરી કરી શકે તેમ નથી… ભલે અમરિષ પુરી આજે આપણી વચ્ચે નથી… પણ ક્યારેક જનરલ ડોંગ, તો ક્યારેક બલવંત રાય… ક્યારેક શંભુનાથ… ક્યારેક બાવુજી… તો ક્યારેક અશરફ અલીના રોલથી આપણી સાથે વર્ષો સુધી રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુષ્પા ૨માં શ્રીવલ્લીનું મોત થઈ જશે !
Next articleજો હું સિંગલ છું તેનું કારણ અજય દેવગણ છે : તબ્બુ