Home મનોરંજન - Entertainment બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન AI ટેક્નોલોજી અને ફેસ મેપિંગથી નારાજ

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન AI ટેક્નોલોજી અને ફેસ મેપિંગથી નારાજ

48
0

બીગ બીએ AI ટેક્નોલોજી પ્રત્યે નિરાશા સાથે પોતાનો મત વ્યક્ત કર્યો

(જી.એન.એસ),તા.૨૯

બોલિવૂડના બીગ બી અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તે દરરોજ કંઈક ને કંઈક શેર કરે છે. જો કે તેમના એક નિવેદનમાં તેમણે AI ટેક્નોલોજી પ્રત્યે નિરાશા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઘણા સ્ટાર્સ AIને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. રશ્મિકા મંદાન્ના, નોરા ફતેહી, કાજોલ જેવી ઘણી અભિનેત્રીઓ AI દ્વારા બનાવવામાં આવેલ ડીપફેકનો શિકાર બની હતી. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા તેને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ચાહકોને ખબર પડી કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તમામ તસવીરો અને વીડિયો નકલી છે. હવે અમિતાભ બચ્ચને આ ગંભીર સમસ્યા અંગે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી. હવે તેમણે આ બાબતે પોતાનો મત વ્યક્ત કર્યો અને તેને સમાજ માટે ઘાતક ગણાવ્યો છે.  

અમિતાભ બચ્ચને તાજેતરમાં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે AI અને ફેસ મેપિંગ જેવી ટેક્નોલોજી વિશે વાત કરી. તેણે કહ્યું છે કે, માત્ર ચિપ્સમાં જ નહીં પરંતુ ફિલ્મ મેકિંગમાં પણ ઘણા મોટા ફેરફારો થયા છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ ટેક્નોલોજીનું જીવન 2-3 મહિનાથી વધુ નથી અને તેનાથી પણ વધુ ચિંતાજનક છે AI. હવે આપણે બધા ફેસ મેપિંગનો શિકાર બની રહ્યા છીએ. તેનો ઉપયોગ આપણા શરીરમાં કોઈપણ સમયે ચહેરો બદલીને કરવામાં આવે છે. અમિતાભ બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે જ મુંબઈના એક લોકપ્રિય સ્ટુડિયોએ અમને હોલીવુડ અભિનેતા ટોમ હેન્ક્સના ફેસ મેપિંગનું ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. મને તે જ સમયે ટોમ હેન્ક્સની એક ક્લિપ બતાવવામાં આવી હતી, પછી તે જ ક્લિપમાં તે 20 વર્ષનો થયો હતો. ઘણા બધા લોકો આના પર વાંધો ઉઠાવી રહ્યા છે અને મને લાગે છે કે હોલીવુડમાં પણ ઘણા કલાકારોએ એ હકીકત સામે વિરોધ કર્યો છે કે ઘણા નિર્માતાઓ તેમના ચહેરાના મેપ દ્વારા તેમની ઇચ્છા મુજબ તેમના ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છે. તે કહે છે કે તે જ્યારે ઇચ્છશે ત્યારે તેના ચહેરાનો ઉપયોગ કરશે. એક સમય એવો આવશે જ્યારે સિમ્બાયોસિસ મને નહીં પણ મારું AI બોલાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિલ્પકાર યોગીરાજ હવે શ્રી કૃષ્ણની મૂર્તિને આકાર આપશે
Next articleબિગ બોસ 17 જીત્યા બાદ મુનવ્વર ફારુકીની પહેલી પ્રતિક્રિયા સામે આવી