Home દેશ - NATIONAL બોધગયા બ્લાસ્ટ કેસ ઃ પાંચ દોષિતોને આજીવન કેદ,૪૦ હજારનો દંડ

બોધગયા બ્લાસ્ટ કેસ ઃ પાંચ દોષિતોને આજીવન કેદ,૪૦ હજારનો દંડ

636
0

(જી.એન.એસ.)પટના,તા.૧
બોધગયા મંદિર સીરિયલ બ્લાસ્ટ મામલામાં એનઆઈએ કોર્ટે શુક્રવારે પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથોસાથ 40-40 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ગુરુવારે આ મામલામાં બે પક્ષો તરફથી ચર્ચા થઈ હતી. એનઆઈએના વકીલે કોર્ટને જણાવ્યું કે આતંકીઓની લોકોને મારવાની યોજના હતી. અનેક મોટા લોકો નિશાના પર હતા. ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈ 2013ના રોજ મહાબોધિ મંદિર અને તેની આસપાસ 9 બ્લાસ્ટ થયા હતા. જેમાં એક બૌદ્ધ ભિક્ષુ સહિત 5 લોકો ઘાયલ થયા હતા.
હૈદર-રાંચીના ડોરંડાનો નિવાસી છે. 2014થી બેઉર જેલમાં બંધ છે. ઘટનાનો માસ્ટરમાઈન્ડ. બૌદ્ધ ભિક્ષુ બનીને આપ્યો હતો ઘટનાને અંજામ.
મુજીબુલ્લાહ- રાંચીના ચકલા ગામનો નિવાસી. 2014થી બેઉર જેલમાં બંધ. ઈમ્તિયાઝ- રાંચીના ધ્રુવાનો નિવાસી. 2013થી જેલમાં બંધ. હૈદરની મદદ કરી હતી. ઉમર- છત્તીસગઢના રાયપુરનો રહેવાસી. 2013થી જેલમાં બંધ. તેના જ ઘરે ષડયંત્ર ઘડાયું હતું.
અઝહર- રાયપુરનો નિવાસી. 2013થી જેલમાં બંધ. ષડયંત્ર રચવામાં સામેલ હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટનમાં વરસાદ-વાવાઝોડાના કહેર : વીજપુરવઠો ઠપ્પ,૪૮ ફ્લાઈટ કેન્સલ
Next articleમુંબઈના યવતમાલ જિલ્લામાં નાગપુર હાઈ-વે પર અકસ્માત ઃ ૧૦ના મોત