Home ગુજરાત બોટાદમાં વાલીઓએ કહ્યું જ્યાં સુધી આચાર્યની બદલી નહીં, ત્યાં સુધી બાળકને શિક્ષણ...

બોટાદમાં વાલીઓએ કહ્યું જ્યાં સુધી આચાર્યની બદલી નહીં, ત્યાં સુધી બાળકને શિક્ષણ નહીં

26
0

ગઢડા તાલુકાના જનડા ગામ લોકોએ પ્રાથમિક શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. શાળાના આચાર્ય દ્વારા મનમાની તેમજ દાદાગીરીને લઇ વારંવાર રજૂઆત થતાં નિર્ણય નહીં આવતા ગામ લોકો દ્વારા શાળાની બહાર બાળકો સાથે એકત્રિત થઈ આચાર્યને હટાવવા મામલે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો છે. પરીક્ષા શરૂ થતી હોય તેમ છતાં “જ્યાં સુધી આચાર્યની બદલી નહીં, ત્યાં સુધી બાળકને શિક્ષણ નહીં” તે મુજબ ગામ લોકોએ નિર્ણય કર્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલો જનડા ગામ જ્યાં પ્રાથમિક શાળામાં આશરે 450થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

છેલ્લા ઘણા સમયથી શાળાના આચાર્ય પ્રવિણસિંહ દ્વારા શાળામાં પોતાની મનમાની અને દાદાગીરી કરતા હોય તે પ્રમાણેના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યાં છે. જે બાબતે ગ્રામજનોના કહેવા મુજબ અનેકવાર આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત રાજકીય આગેવાનોને રજુઆત કરી પણ તેમ છતાં આજદિન સુધી આ મામલે નિરાકરણ આવ્યો નથી. અંતે ગામના સરપંચ સહિત સમસ્ત ગામ લોકો દ્વારા જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ બાળક શાળાએ અભ્યાસ કરવા જશે નહીં એવો નિર્ણય ગામ લોકો દ્વારા લેવામાં આવ્યો છે.

જનડા ગામના ગામ લોકોમાં આચાર્યને લઈ આજે ભારે રોષ જોવા મળ્યો હતો. મહિલાઓ તેમજ બાળકો દ્વારા શાળાના ગેટ બહાર બેસી હાથમાં બેનર પકડી આચાર્યની બદલી કરો તેમજ આચાર્ય હાય હાયના સૂત્રોચાર સાથે વાલી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજથી પ્રાથમિક શાળામાં પરીક્ષા શરૂ થતી હોય જેને લઇ વાલીઓને પૂછતા વાલીઓ દ્વારા જણાવેલ કે માત્ર ભણતરનું એક વર્ષ બગડે તે સારું પણ આવા આચાર્યના કારણે ભવ બગડે તે ચલાવી ન શકાય.

જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રાથમિક શાળામાં ભણતા અમારા એક પણ બાળકને શાળાએ મોકલશું નહીં તે પ્રમાણેનો નિર્ણય લેવાયો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાસકાંઠામાં 1 હજારથી વધુ ઘેટાં-બકરા ભરેલી 5 ટ્રક ઝડપાઇ, 21 પશુઓનાં ટ્રકમાં જ મોત
Next articleવાસદાના ધારાસભ્ય ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસ દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર