Home મનોરંજન - Entertainment બોક્સઓફિસ પર સફળતા માટે નવો બેન્ચમાર્ક 1000 કરોડ : સલમાન ખાન

બોક્સઓફિસ પર સફળતા માટે નવો બેન્ચમાર્ક 1000 કરોડ : સલમાન ખાન

11
0

(GNS),24

પઠાણ, જવાન અને ગદર 2 જેવી ફિલ્મોના કલેક્શનની અસર થઇ ગઈ ખરા.. 100 કરોડની રકમ હવે નજીવી લાગે છે ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે 2023નું વર્ષ ખૂબ જ આશ્ચર્યજનક સફળતા લાવ્યું છે. શાહરૂખની ફિલ્મ પઠાણ અને જવાનને વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર રૂ.1000 કરોડથી વધુનું કલેક્શન મળી ચૂક્યું છે, જ્યારે સની દેઓલની ફિલ્મ ગદર 2ને ઈન્ડિયન માર્કેટમાં રૂ.500 કરોડથી વધુની આવક મળી છે. આ સફળતાને જોઈ સલમાન ખાને ફિલ્મની સફળતાને માપવા માટેના માપદંડ બદલવા સૂચન કર્યું છે. સલમાન ખાને જણાવ્યું હતું કે 100 કરોડની ક્લબ હવે ભૂતકાળ બની ચૂકી છે. નવો બેન્ચમાર્ક રૂ.1000 કરોડ હોવો જોઈએ. પંજાબી એક્ટર જિપ્પી ગરેવાલની આગામી ફિલ્મ મૌજાં હી મૌજાંના ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાન ખાને બોક્સઓફિસ પર પંજાબી ફિલ્મોની અસામાન્ય સફળતાને બિરદાવી હતી. આ સાથે જણાવ્યું હતું કે, નોર્થમાં કોઈ ફિલ્મને રૂ.500-600 કરોડનું કલેક્શન મળવું હવે સહજ બની ગયું છે. રૂ.100 કરોડનો આંક તો હવે સાવ ઓછું કલેક્શન હોય ત્યારે આવે છે.

પંજાબી ઈન્ડસ્ટ્રી, હિન્દી ઈન્ડસ્ટ્રી, દરેક ઈન્ડસ્ટ્રીમાં દરેક ફિલ્મ 400-500-600 કરોડનો આંક પાર કરી જાય છે. લોકો ફિલ્મ જોવા ફરી થીયેટરમાં જઈ રહ્યા છે અને તેના કારણે રૂ.100 કરોડનું કલેક્શન મળવું મોટી વાત નથી. મને લાગે છે કે, ફિલ્મ માટે હવે નવો બેન્ચમાર્ક રૂ.1000 કરોડનો હોવો જોઈએ. જિપ્પી ગરેવાલની છેલ્લી ફિલ્મ કેરી ઓન જટ્ટા 3ને વર્લ્ડવાઈડ રૂ.100 કરોડનું કલેક્શન મળ્યું હતું. આગામી ફિલ્મ મોજાં હી મૌજાં પણ સફળ રહેવાની તેમને આશા છે. જિપ્પીએ જણાવ્યું હતું કે, પંજાબી ફિલ્મો સામાન્ય રીતે 10-15 કરોડનો બિઝનેસ કરી શકતી હતી. હવે તો સલમાન પણ કલેક્શન વધવાની વાત કરી રહ્યા છે ત્યારે આગામી ફિલ્મ પણ હિટ જશે. આ વાત સાંભળીને સલમાને મજાકમાં જણાવ્યુ હતું કે, મારી વાત પર વિશ્વાસ ના કરીશ, ફિલ્મ પર રાખજે. કારણ કે, મારી આગાહીઓ મારી ફિલ્મના કિસ્સામાં પણ સાચી ઠરી નથી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની છેલ્લી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને રૂ.110 કરોડથી વધુનું કલેક્શન મળ્યુ હતું. તે સમયે આ ફિલ્મને હિટ માનવામાં આવતી હતી. જો કે પઠાણ, ગદર 2 અને જવાન જેવી ફિલ્મોએ બ્લોકબસ્ટર ફિલ્મના માપદંડમાં ધરમૂળથી ફેરફાર લાવી દીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએમી જેક્સનના નવા લૂક પર મીમ્સ બનાવવાની શરૂ, લોકોએ તેને સિલિઅન મરફી સાથે સરખાવી
Next articleફિલ્મ ‘એનિમલ’માં ખૂંખાર પિતાના રોલમાં અનિલ કપૂર