Home મનોરંજન - Entertainment બૉલીવુડમાં ફ્લોપ રહ્યા આ સ્ટાર્સ, પણ વિદેશમાં કર્યો બમણી કમાણી કરી

બૉલીવુડમાં ફ્લોપ રહ્યા આ સ્ટાર્સ, પણ વિદેશમાં કર્યો બમણી કમાણી કરી

26
0

(GNS),17

બોલિવૂડમાં દરરોજ નવા કલાકારો ડેબ્યુ કરે છે, પરંતુ આમાંથી બહુ ઓછા કલાકારો ઈન્ડસ્ટ્રીમાં ખ્યાતિની ઊંચાઈને સ્પર્શી શકે છે. આજે અમે ભૂતકાળના કેટલાક એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ફિલ્મોમાં ફ્લોપ થયા બાદ માત્ર ઈન્ડસ્ટ્રીને જ નહીં દેશને પણ અલવિદા કહી દીધું અને વિદેશમાં સ્થાયી થઈ ગયા. ઘણા કલાકારો એવા છે જે બોલિવૂડમાં ભલે ફ્લોપ રહ્યા હોય, પરંતુ હવે તેઓ વિદેશ ગયા બાદ ખૂબ જ સફળ જીવન જીવી રહ્યા છે. આ કલાકારોએ વિદેશમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને તેમાંથી તેઓ મોટી કમાણી પણ કરી રહ્યા છે. તો આવો જાણીએ. આ યાદીમાં પહેલું નામ એક્ટર જુગલ હંસરાજનું છે, જેણે વર્ષ 2000માં મલ્ટિસ્ટારર ફિલ્મ ‘મોહબ્બતેં’થી ડેબ્યૂ કર્યું હતું. જુગલે તેના ચોકલેટી લુકથી લાખો છોકરીઓને તેની ફેન બનાવી દીધી હતી. ‘મોહબ્બતેં’ની સફળતા બાદ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો, પરંતુ ત્યારબાદ તેનું સ્ટારડમ લાંબો સમય ટકી શક્યું નહીં. ઈન્ડસ્ટ્રીમાં ફ્લોપ કરિયર બાદ આ એક્ટર અમેરિકા શિફ્ટ થઈ ગયો અને હવે તે ત્યાં પોતાનો બિઝનેસ કરી રહ્યો છે.

હવે વાત કરીએ અભિનેતા નકુલ કપૂરની જે ‘આંખ હૈ ભરી’ ગીતમાં જોવા મળ્યો હતો. ફિલ્મ ‘તુમસે અચ્છા કૌન હૈ’ની સફળતાથી તેની કારકિર્દી ઉંચાઈએ પહોંચી ગઈ હતી. પરંતુ પછી તેની ફિલ્મી કારકિર્દી એવી રીતે ડૂબી ગઈ કે તે ક્યારેય પુનરાગમન કરી શક્યો નહીં. ફિલ્મોમાં ફ્લોપ સાબિત થયા બાદ તે કેનેડામાં સ્થાયી થયો. તે કેનેડામાં લોકોને યોગ શીખવીને જબરદસ્ત કમાણી કરે છે. ફ્લોપ કલાકારોની યાદીમાં મયુર રાજ વર્માનું નામ ત્રીજા નંબર પર છે. મયુર રાજ વર્માને બીઆર ચોપરાની ‘મહાભારત’થી ઓળખ મળી હતી. તેણે આ સિરિયલમાં અભિમન્યુની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. મયુર રાજ વર્મા ‘જુનિયર અમિતાભ બચ્ચન’ તરીકે પણ જાણીતા હતા. પરંતુ પછી તે અનામી બની ગયો અને વિદેશ ગયો હતો. પુરબ કોહલીએ ફ્લોપ ફિલ્મી કરિયર બાદ સિલ્વર સ્ક્રીનથી દૂરી બનાવી લીધી હતી. તેઓ લંડન ગયા અને ત્યાં તેમના પરિવાર સાથે સ્થાયી થયા હતા. જોકે, પુરબ સમયાંતરે વેબ સિરીઝમાં દેખાતો રહે છે. 1-2 વેબ સિરીઝમાં કામ કર્યા બાદ તે ઘણીવાર લાંબા બ્રેક પર જતો રહે છે. આર્યન વૈદને ફિલ્મો કરતાં રિયાલિટી શો ‘બિગ બોસ’થી વધુ લોકપ્રિયતા મળી. બોલિવૂડમાં ફ્લોપ ટૅગ મળ્યા બાદ તેણે સિલ્વર સ્ક્રીનથી પણ દૂરી કરી લીધી અને અમેરિકા જવાનું પસંદ કર્યું હતું. અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યા બાદ તે યુએસમાં સ્થાયી થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field