(GNS),09
શર્લિન ચોપડા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તેના વિવાદાસ્પદ નિવેદનો તેની માટે મુશ્કેલીનું કારણ પણ બની ચુક્યા છે. ત્યારે હવે ફરી એક વખત તેનું નિવેદન સોશ્યલ મીડિયામાં વાયરલ થયું છે અને ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. જોકે, આ વખતે તેમને દર વખત કરતાં અલગ, રાહુલ ગાંધી વિશે નિવેદન આપ્યું છે. વીડિયોમાં તમે જોઈએ શકો છો કે એક પાપારાઝી શર્લિન ચોપડાને રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા અંગેનો પ્રશ્ન પૂછે છે, શર્લિન તેના જવાબ હા માં આપે છે, પરંતુ લગ્ન કરવા બદલ એક શરત પણ મૂકી છે તેણે. જેને લઈને આ વિડીયો જોનારા આશ્ચર્ય પામી રહ્યા છે. આજકાલ સોશ્યલ મીડિયા પર શર્લિન ચોપડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે પોતાના ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરાવતી દેખાઈ રહી છે. ત્યારે આ દરમિયાન એક પાપારાઝીએ શર્લિનને પૂછ્યું કે- શું તે રાહુલ ગાંધી સાથે લગ્ન કરી શકે છે? ત્યારે શર્લિને આ સવાલનો જવાબ આપતાં કહ્યું કે, ‘હા, કેમ નહીં, પણ હું ઈચ્છું છું કે લગ્ન દરમિયાન મારું સરનેમ ચોપડા જ રહે.’ જણાવી દઈએ કે, શર્લિન ચોપડાનો આ વિડીયો તેના ફેન ક્લબે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
શર્લિન ચોપડાનો આ વિડીયો વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શર્લિનના ફેન્સ આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે. પીએમ મોદીના સરનેમ વિશેની તેમની ટિપ્પણીને પગલે તેમને માનહાનીના કેસમાં બે વર્ષની જેલની સજા મળી હતી. જણે લઈને રાહુલ ગાંધીને મે મહિનામાં સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધીનું સભ્યપદ ફરી કાર્યરત થવું એ આવકારદાયક પગલું છે. આ નિર્ણયથી ભારતના અને ખાસ કરીને વાયનાડના લોકોને રાહત મળી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.