Home ગુજરાત બેટી બચાવો બેટીપઢાવો યોજના અંતર્ગત દેહગામ તાલુકાના કડજોદરાગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં...

બેટી બચાવો બેટીપઢાવો યોજના અંતર્ગત દેહગામ તાલુકાના કડજોદરાગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી

16
0

(જી.એન.એસ),તા.૩૦

ગાંધીનગર,

‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના એ મહિલાઓ અને દીકરીઓ માટે સમાજમાં રહેલ ભેદભાવને દુર કરી અને સમાનતા લાવવા માટેનું એક અભિયાન છે. મહિલાઓને શિક્ષણ, રોજગાર, વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા, રાજકીય ક્ષેત્ર સાથે જોડવા જેવા હેતુઓ સાથે આ અભિયાન ચલાવવામાં આવે છે. જેથી તેમનામાં આત્મનિર્ભરતાનો આત્મ વિશ્વાસ પ્રત્યક્ષ રૂપે બહાર લાવી શકાય.

 બેટી બચાઅવો બેટી પઢાવો યોજના અંતર્ગત ગાંધીનગર  જિલ્લામાં કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ નવતર તેમજ ઐતિહાસિક પહેલના ભાગરૂપે તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના કડજોદરાગામમાં પંચાયત હેઠળ “પાયલોટ બેઇઝ” પર બાલિકા પંચાયતની રચના કરવામાં આવી. આ બાલિકા પંચાયત કિશોરીઓનું બનેલુ એક મંડળ છે. જેમાં એક સરપંચ,ઉપસરપંચ તેમજ તેમના હેઠળ ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ એક-એક સભ્યો છે. આ મંડળ દ્વારા ગામ મધ્યે શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી અને કિશોરીઓનું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રે સુનિશ્ચિત કરશે. કડજોદરા ગામની ૧૧ થી ૨૧ વર્ષંની દિકરીઓની સર્વ સંમતિથી સમરસ બાલિકા પંચાયતની સરપંચ,ઉપસરપંચ તેમજ ૯ સભ્યોની રચના કરવામાં આવી. તેમજ આજના આ કાર્યક્રમમાં ગામના સરપંચ,ઉપસરપંચ,સભ્યો,કડજોદરા શાળાના આચાર્ય તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ હાજર રહયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરો-મહાનગરોમાં ઇઝ ઓફ લિવિંગ વધારવાનો જન હિતકારી અભિગમ
Next articleદૈનિક રાશિફળ (તા.૦૧-૦૧-૨૦૨૪)