Home દેશ - NATIONAL બેકાબૂ કોરોના પર ડીજીસીએની નવી ગાઇડલાઇન

બેકાબૂ કોરોના પર ડીજીસીએની નવી ગાઇડલાઇન

26
0

(જી.એન.એસ),તા.૧૮
નવીદિલ્હી
દેશમાં વધતા કોરોના કેસને જાેતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન કડક થઈ ગયું છે. ડીજીસીએ એરલાયન્સને નિર્દેશ આપ્યો છે કે યાત્રા દરમિયાન બધા યાત્રીકો યોગ્ય રીતે માસ્ક પહેરે. જાે કોઈ માસ્ક નહીં પહેરે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય યાત્રીકોને સેનેટાઇઝ પણ કરવામાં આવે. આ સિવાય ડીજીસીએએ એરપોર્ટ પર નિરીક્ષણ કરવાનું પણ કહ્યું છે. એરલાયન્સને તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે કે યાત્રી વિમાનોની અંદર માસ્ક પહેરે, એવિએશન રેગુલેટર ડીજીસીએએ આજે કોવિડ કેસની વધતી સંખ્યાને જાેતા આ નિર્દેશ આપ્યો છે. તેણે કહ્યું કે, જાે કોઈ યાત્રી નિર્દેશોનું પાલન ન કરે તો એરલાયન્સ દ્વારા યાત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડીજીસીએ કહ્યું કે એરપોર્ટ અને એરલાયન્સમાં યાત્રીકોનું અચાનક નિરીક્ષણ કરવામાં આવશે. ડીજીસીએએ કહ્યું કે એરલાયન્સે તે નક્કી કરવું પડશે કે યાત્રી યાત્રા દરમિયાન ફેસ માસ્ક યોગ્ય રીતે પહેરે અને અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવે. જૂનમાં જારી એક સર્કુલરનું ધ્યાન અપાવતા ડીજીસીએએ કહ્યું કે તેનું કડકથી પાલન કરવામાં આવે. જૂનમાં આદેશ જારી કરતા એવિએશન રેગુલેટરે કહ્યું હતું કે માત્ર અસાધારણ પરિસ્થિતિમાં અને કોઈ કારણથી મંજૂરી મળવા પર જ ફેસ માસ્ક હટાવી શકાય છે. આદેશ હેઠળ એરપોર્ટમાં સર્વેલાન્સ વધારવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ સિવાય માસ્ક વગર પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. એરપોર્ટની અંદર મુખ્ય સ્થાનો પર સેનેટાઇઝની જાેગવાઈઓ સહિત યોગ્ય સફાઇ ઉપાયોની પણ સલાહ આપવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારના નવા મંત્રીમંડળમાં સામેલ ૭૨ ટકા મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ
Next articleમધ્યપ્રદેશના યુવકે ભંગારમાંથી ટ્રાફિકને કંટ્રોલ કરતો રોબોટ બનાવ્યો