રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૮.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૭૨.૬૨ સામે ૫૮૨૫૯.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૪૫.૪૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૫૪.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૬૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૫૩૭.૦૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૭૦.૨૫ સામે ૧૭૪૫૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૪૨.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૨.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૫૨.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૨૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ગત સપ્તાહે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આગામી દિવસોમાં વ્યાજ દરમાં ૦.૭૫%નો વધારો કરશે તેવા અહેવાલો છતાં ઘણા ક્ષેત્રોમાં ઝડપી વૃદ્વિ જોવાઈ રહી હોઈ આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોએ શેરોમાં લેવાલી કરતાં સાર્વત્રિક તેજી જોવા મળી હતી. ફંડોની શેરોમાં અવિરત તોફાની તેજીએ બીએસઇ સેન્સેક્સે ફરી ૫૯૫૦૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૭૮૦૦ પોઈન્ટની મહત્વની સપાટી કુદાવી હતી. ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ ફરી ભારતીય બજારોમાં વહેતો થતાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું પતન અટકતા અને અન્ય પોઝિટીવ પરિબળો પાછળ બીએસઇ સેન્સેક્સ ૧૫૬૪ પોઈન્ટ નિફટી ફ્યુચર ૪૫૨ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા.
ફુગાવાને અંકુશમાં લેવાની કવાયત ચાલુ રાખીને યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારો કરવાનું ચાલુ રહેવાના અહેવાલ અને અમેરિકી ડોલરની વૈશ્વિક ચલણો સામે સતત મજબૂતીને લઈ સપ્તાહની શરૂઆતે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જો કે ફુગાવો સતત ઘટીને આવતાં અને ક્રુડ ઓઈલના તૂટતાં ભાવોએ એડવાન્ટેજ ઈન્ડિયા બની રહી કોર્પોરેટ ઈન્ડિયાની આગામી દિવસોમાં સારી કામગીરીની અપેક્ષાએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં ઘટાડે ખરીદી કરતાં ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, બેન્કેક્સ, ફાઈનાન્સ, યુટિલિટીઝ, પાવર, ઓઇલ એન્ડ ગેસ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને એનર્જી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૫ અને વધનારની સંખ્યા ૨૩૨૮ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોરોના બાદ ઝડપી સુધારા અને લો – બેઝ ઇફેક્ટને કારણે નાણાંકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આથક વિકાસદર ૧૩ થી ૧૫.૭% રહેવાનો અંદાજ છે. ઉપરાંત અમુક અંદાજ અનુસાર જીડીપી દર આ આંકડા કરતા પણ વધુ હોઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના દ્વારા એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ૧૫.૭% રહેવાનો અંદાજ મૂક્યો હતો. આ સિવાય રેટિંગ એજન્સી ઇકરાએ પણ જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં વિકાસદર ૧૩%થી નીચે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ આવતા અઠવાડિયે પ્રથમ ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર કરશે.
તાજેતરની રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીમાં દેશની સેન્ટ્રલ બેંકે કહ્યું કે કોરોના મહામારીની પ્રથમ લહેરમાં જૂન, ૨૦૨૦માં જીડીપીમાં ૨૩.૯% નો ઘટાડો નોંધાયો હતો. જોકે કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ બગડવા છતાં વર્ષ ૨૦૨૧ના જૂન ક્વાર્ટર દરમિયાન વિકાસદરમાં ૨૦.૧%નો વધારો થયો હતો. ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ૧૬.૨% રહેવાનું અનુમાન મૂક્યો છે. દેશના વિકાસદરની કમાન સર્વિસ સેક્ટરના હાથમાં જોવા મળશે. અહેવાલ અનુસાર સર્વિસ સેક્ટર દ્વારા દેશના જીડીપીને સૌથી વધુ વૃદ્ધિ અને વેગ મળશે. સેવા ક્ષેત્રનો વિકાસ દર ૧૭ થી ૧૯% રહેવાની સંભાવના છે. ત્યારબાદ ઉદ્યોગજગતનો જીડીપી ૯ થી ૧૧% રહેશે. જો કે મોંઘવારી, આર્થિક મંદી અને ભૂ – રાજકીય પ્રતિકુળ ઘટનાઓ ભારતના વિકાસ – પથમાં સૌથી મોટો અવરોધ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.