Home વ્યાપાર જગત - BUSINESS બુધવારે ભારતીય શેરબજારના કારણે 3 અબજોપતિની સંપત્તિમાં ધટાડો થયો

બુધવારે ભારતીય શેરબજારના કારણે 3 અબજોપતિની સંપત્તિમાં ધટાડો થયો

14
0

(જી.એન.એસ),તા.૨૧

ગઈકાલે એટલે કે, બુધવારે ભારતની સાથે અમેરિકા અને યુરોપના શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ તોફાન એટલું જોરદાર હતું કે, તેમાં દુનિયાના 288 અબજોપતિને કરોડો રૂપિયાનું નુકશાન થયું. સૌથી વધારે ફટકો દુનિયાના સૌથી અમીર એલોન મસ્કને થયું. આ સાથે જ એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હતા, જેને કરોડોનું નુકશાન થયું. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ડેટા મૂજબ બંનેને સંયુક્ત રીતે એક લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે. આ ઉપરાંત તેમની સાથે વોરેન બફે, જેફ બેઝોસ, મુકેશ અંબાણી અને સાવિત્રી જિંદાલનો પણ સમાવેશ થાય છે. વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં 8300 કરોડથી વધુની ઘટાડો થયો છે..

વિશ્વના 10 અબજોપતિઓએ એક અબજ ડોલરથી વધુની સંપત્તિ ગુમાવી છે. તેમાં અમેરિકાના 5 અબજપતિનો સમાવેશ થાય છે. જેમાં ઈલોન મસ્કનું નામ ટોપ પર છે અને તેમની સંપત્તિમાં 7.21 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ લિસ્ટમાં ભારતના ત્રણ અબજપતિઓના નામ છે. સૌથી વધારે ઘટાડો ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો છે. બુધવારે શેરબજારમાં ઘટાડાને કારણે અદાણીની સંપત્તિમાં $4.84 બિલિયનનો ઘટાડો થયો છે. ત્યારબાદ મુકેશ અંબાણી અને સાવિત્રી જિંદાલનું નામ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદી મૂજબ 33 અબજોપતિ એવા હતા જેમની સંપત્તિમાં ન તો વધારો થયો કે ન તો ઘટાડો થયો. બીજી તરફ 179 અબજપતિઓની સંપત્તિમાં વધારો થયો છે. જેમાં 3 અબજપતિઓની સંપત્તિમાં એક અબજ ડોલર કે તેથી વધુનો વધારો થયો છે. જેમાં જાપાનના તાદાશી યાનાઈનો સમાવેશ થાય છે, જેની સંપત્તિમાં 1.49 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ અમેરિકાના લેરી પેજની સંપત્તિમાં $1.39 બિલિયનનો વધારો થયો છે અને સર્ગેઈ બ્રિનની સંપત્તિમાં $1.32 બિલિયનનો વધારો થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબુધવારે ભારતીય શેરબજારમાં એકજ દિવસમાં રોકાણકારોના 9 લાખ કરોડ ડૂબ્યાં
Next articleરસોડામાં મોંઘવારીની અસરથી ખિસ્સાઓની હાલત ખરાબ થઈ