Home અન્ય રાજ્ય બીએસપી દ્વારા યુપી ના જૌનપુર લોકસભા સીટ પરથી શ્યામ સિંહ યાદવ ને...

બીએસપી દ્વારા યુપી ના જૌનપુર લોકસભા સીટ પરથી શ્યામ સિંહ યાદવ ને ઉમેદવાર જાહેર કર્યા

31
0

ધનંજય સિંહ ની પત્ની ની ટિકિટ છેલ્લા સમયે કપાઈ

(જી.એન.એસ) તા. 6

જૌનપુર,

બહુજન સમાજ પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવાર બદલ્યો છે, જૌનપુર લોકસભા સીટ પરથી અગાઉ ધનંજય સિંહની પત્ની શ્રીકલા રેડ્ડીને આપવામાં આવી હતી ટિકિટ, પણ હવે બીએસપી એ ફરી એકવાર શ્યામ સિંહ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ટિકિટ આપી છે.

બી એસ પી દ્વારા જૌનપુરથી શ્રીકલાનાં નામની ઘોષણા બાદથી જૌનપુરના ચૂંટણી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ કૃપાશંકર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેની તરફથી બાબુ સિંહ કુશવાહાને ટિકિટ આપવામાં આવી છે. શ્રીકલા ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ એવું માનવામાં આવતું હતું કે માત્ર ભાજપ અને બસપા વચ્ચે જ મુકાબલો થશે. પરંતુ શ્યામ સિંહ યાદવની મેદાનમાં એન્ટ્રી થતાં હવે મુકાબલો ત્રિકોણીય થવાની સંભાવના છે.

ફરી એક વખત બી એસ પી દ્વારા જૌનપુરથી સાંસદ શ્યામ સિંહ યાદવ પર વિશ્વાસ મૂકી તેમણે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે બહુજન સમાજ પાર્ટીએ તેમને ફરીથી જૌનપુરથી ઉમેદવાર બનાવ્યા છે. શ્યામ સિંહ યાદવનું કહેવું છે કે રાત્રે 1 વાગ્યે તેમને BSP સુપ્રીમો માયાવતીનો ફોન આવ્યો અને કહ્યું કે તેમને જૌનપુરથી ફરીથી BSP ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. તેમને કહ્યું કે અમે હંમેશા પાર્ટી સાથે ઉભા છીએ. આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. હવે અમે હંમેશા જૌનપુરના લોકોની સાથે ઉભા રહીશું. ઉપરાંત, તેમને વધુમાં કહ્યું હતું કે મારું પ્રતીક બપોરે 1 વાગ્યે આવશે. ત્યાર બાદ હું નોમિનેશન ફાઈલ કરીશ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાયાવતીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ શિવપાલ સિંહ યાદવ વિરુદ્ધ નોંધાયો કેસ
Next articleઆ લોકસભા ચુંટણીમાં મારી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે છે: અસદુદ્દીન ઓવૈસી