Home દેશ - NATIONAL બિહાર ના પટનામાં ક્રેન અને ઓટો રિક્ષા વચ્ચે અથડામણ, 7 ના મોત

બિહાર ના પટનામાં ક્રેન અને ઓટો રિક્ષા વચ્ચે અથડામણ, 7 ના મોત

10
0

(G.N.S) dt. 17

પટના,

 બિહારની રાજધાની પટનામાં  ન્યુ બાયપાસના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રેન અને ઓટો રિક્ષા વચ્ચે અથડામણ થઇ હતી. ઓટો રિક્ષામાં કુલ આઠ લોકો સવાર હતા. જેમાંથી સાત લોકોના મોત થયા, અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો, તેને સારવાર માટે પટનાની પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હાલ જેની હાલત ગંભીર છે.

આ અથડામણ સવારે 4 વાગ્યાની આસપાસ થઈ, ત્યારબાદ મેટ્રોની બેદરકારી સામે આવી છે. રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો. અકસ્માત બાદ ડ્રાયવર ક્રેન લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેમજ મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ છે.

પટના ન્યુ બાયપાસના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની હતી. સવારે લગભગ 3:44 વાગ્યે રામ લખન પથ પર મેટ્રો બાયપાસ પર કામ કરતી ક્રેન સાથે એક ઓટો અથડાઈ હતી. આ ઓટો જૂના બસ સ્ટેન્ડ પાસેથી આવી હતી. જેમાં 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઓટોમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. એક વ્યક્તિની હાલત ખુબ જ નાજુક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય (MHA) કાર્યાલયમાં આગ ની ઘટના
Next articleગાંધીનગર લોકસભાના ઉમેદવાર, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ દ્વારા 18 એપ્રિલના રોજ મેગા રોડ શો યોજાશે