Home દેશ - NATIONAL બિહારમાં ટ્રેન દુર્ઘટના બાદ 10 ટ્રેન રદ, 20 થી વધુ ટ્રેનોના રૂટ...

બિહારમાં ટ્રેન દુર્ઘટના બાદ 10 ટ્રેન રદ, 20 થી વધુ ટ્રેનોના રૂટ બદલાયા

34
0

(GNS),12

દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનને બુધવારે રાત્રે બિહારના બક્સરમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતને કારણે ઘણી ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. જે બાદ ભારતીય રેલવેએ 10 ટ્રેનો રદ કરી છે જ્યારે 21 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બક્સરના રઘુનાથપુરમાં બુધવારે રાત્રે 9.53 કલાકે આ અકસ્માત થયો હતો. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેમાં 2 એસી કોચનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ.. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અકસ્માતમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ 20 ઘાયલોને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે..

જો કે આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે વૈકલ્પિક ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલ્વે મંત્રી આ ઘટના પર સતત ફોલોઅપ લઈ રહ્યા છે. તે સતત અધિકારીઓના સંપર્કમાં છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી-કામખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ સવારે 7.15 વાગ્યે આનંદ વિહારથી નીકળી હતી અને બક્સરના રઘુનાથપુર પાસે સવારે 9.53 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી…

બિહારમાં ટ્રેન દુર્ઘટના બાદ જે ટ્રેનો રદ કરવામાં આવી હતી તે યાદી આપ્રકારે છે જેમાં પટના-પુરી સ્પેશિયલ (03230) , સાસારામ-આરા સ્પેશિયલ (03620) , ભભુઆ રોડ એક્સપ્રેસ સ્પેશિયલ (03617) , પટના-ડીડીયુ મેમુ પાસ સ્પેશિયલ (03203) , પટના-બક્સર મેમુ પાસ સ્પેશિયલ (03375) , પટના-ડીડીયુ એક્સપ્રેસ (13209) , DDU-પટના એક્સપ્રેસ (13210) , પટણા-DDU એક્સપ્રેસ અને DDU-પટના એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ સિવાય કેટલીક અન્ય ટ્રેનો પણ રદ કરવામાં આવી છે..

બિહારમાં ટ્રેન દુર્ઘટના બાદ આ ટ્રેનોના રૂટ બદલાયા છે તે યાદી આ પ્રકારે છે જેમાં રક્સૌલ અંત્યોદય એક્સપ્રેસ (15548) , ડિબ્રુગઢ એક્સપ્રેસ (15945) , મગધ એક્સપ્રેસ (20802) , બરૌની એક્સપ્રેસ (19483) , આસનસોલ એસએફ એક્સપ્રેસ (12362) , ગુવાહાટી નોર્થ ઈસ્ટ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (22450) અને બ્રહ્મપુત્રા મેલ (15657)… અને આ સિવાય બીજી ઘણી ટ્રેનો છે, જેના રૂટ બદલવામાં આવ્યા છે..

રેલવેએ અકસ્માત સંબંધિત માહિતી માટે અલગ-અલગ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. જેમાં પટના- 9771449971 , દાનાપુર- 8905697493 , આરા- 8306182542, 8306182542 અને 7759070004 , નવી દિલ્હી- 01123341074, 9717631960 અને આનંદ વિહાર- 9717632791 માટેના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારના બક્સરમાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 4ના મોત, 100થી વધુ ઘાયલ
Next articleભારતે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે કંટ્રોલ રૂમ બનાવ્યો, જે 24 કલાક કાર્યરત રહેશે